Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

બદલીને લઈને ગાંધીનગર આવવુ શિસ્ત વિરૂધ્ધ ગણવામાં આવશે:શિવાનંદ ઝા

  • July 19, 2018 

વડોદરા:મદદનીશ સબ ઈન્સ્પેકટરથી લઈને પોલીસ કોન્સ્ટેબલ,લોક રક્ષક દળના સભ્યો પોતાની બદલીને લઈને છેક ગાંધીનગર સુધી દોડી આવે છે જેના પરિણામે વહીવટી કામકાજનો મોટો વિક્ષેપ ઉભો થાય છે. આ રીતે બદલીને લઈને ગાંધીનગર આવવુ શિસ્ત વિરૂધ્ધ ગણવામાં આવશે તેમ શિવાનંદ ઝાએ તમામ જિલ્લા પોલીસ વડા રેન્જ આઈજીને લેખિત આદેશમાં જણાવ્યું છે. રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝા ખૂબજ શિસ્ત અને અનુશાસનના આગ્રહી છે.આ શિસ્તને લઈને અવારનવાર પોલીસની બગડેલી છાપ અને પ્રતિભા સુધારવા માટે કટિબધ્ધ છે.અગાઉ પોલીસ યુનિફોર્મ, પોલીસ પરેડ અને પોલીસના પ્રશ્નોને લઈને લોક દરબાર શરૂ કરવામાં આવ્યો છે.ગઈકાલે સાંજે પોલીસ મહાનિર્દેશક ગુજરાત રાજ્ય શિવાનંદ ઝાની સહીથી કરેલા આદેશ મુજબ મદદનીશ સબ ઈન્સ્પેકટરથી લઈને પોલીસ કોન્સ્ટેબલ સવર્ગના કર્મચારીઓ તેઓની બદલી અંગે તથા અન્ય પ્રકારની જુદી જુદી રજૂઆતોને લઈને કચેરીમાં રૂબરૂ રજૂઆત કરવા કોઈ પણ જાતની સમય માગણી કર્યા સિવાય આવી જાય છે જે પધ્દતિ તદન અયોગ્ય અને શિસ્ત વિરૂધ્ધની છે.આ મુદે સંબંધિત અધિકારીની યોગ્ય રીતે રજૂઆત કરવામાં આવે તે જરૂરી છે.આ માટે વિગતવાર અહેવાલ તૈયાર કરીને મોકલી આપવાનો રહેશે.અનિવાર્ય કારણોસર જ આવી સીધી રજૂઆત કરી શકશે.આ માટે તમામ સ્તરે સૂચના આપીને કડક અમલ કરવાના આદેશ થયા છે.આ તમામ બાબતો પોલીસની સેવામાં જોડાયેલ કર્મચારીઓ ના ધ્યાન પર લાવવા માટેના આદેશો થયા છે.આ માટે જરૂરી પરિપત્રો કરવા તમામ જિલ્લા પોલીસ વડા,પોલીસ કમિશનર,તમામ પોલીસ અધિક્ષકોને આદેશ કરવામાં આવ્યા છે.  


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application