વ્યારા:તાપી જીલ્લા માંથી પસાર થતી તાપી નદીનો આજે અષાઢ સુદ સાતમના રોજ જન્મદિવસ છે.જેને પગલે તાપી નદીના ઓવારાઓ પર ઉજવણીનો ઉન્માદ જોવા મળશે.વિવિધ ર્ધામિક સંસ્થાઓ, સામાજિક સંસ્થાઓ અને વિવિધ સંગઠનો દ્ધારા ઉજવણીની તડામાર તૈયારીઓ કરવામાં આવી છે.ગુરુવારે વિવિધ ઓવારાઓ પરથી મહાઆરતી, પૂજા-અર્ચના, હવન,ચૂંદડી અર્પણનો દોર જામશે.તેમજ તાપીમાતાના દર્શન માટે શ્રદ્ધાળુઓ,સ્થાનિક વાસીઓમાં પણ રીતસરની હોડ જામશે.શાસ્ત્રોમાં જણાવ્યા મુજબ,એક હજાર યુગે એક કલ્પ થાય છે ત્યારે તાપી માતાના પ્રાગટયને ૨૧ કલ્પ પૂરા થયા છે.તાપીમાતાના પ્રગટ થયા બાદ ગંગા,નર્મદા (રેવા),સરયૂ,ભાષા,સાબરમતી જેવી દેશની મોટી નદીઓ અસ્તિત્વમાં આવી હતી.મધ્યપ્રદેશના સાતપુડા પર્વતમાં બૈનુલમાં મુલતાઇ મધ્યપ્રદેશમાં અષાઢ સુદ સાતમે તાપીમાતા પ્રગટ થયા હતા.અનેક કલ્પો પહેલા અસ્તિત્વમાં આવેલી તાપીમૈયાનો પ્રાગટયદિન ગુરુવારે મનાવાશે,જેને પગલે તંત્ર,સંસ્થાઓએ તડામાર તૈયારીઓ કરી દીધી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500