Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

બારડોલી:હાથ માંથી નદીના પાણીમાં બાળક પડી ગયો હોવાની પિતાની કબૂલાત:બાળક હજુ પણ લાપતા

  • July 18, 2018 

બારડોલી:નિવ અપહરણ પ્રકરણે મોડીસાંજે એક નવો વણાંક લીધો છે.નિવના પિતાએ પોલીસ પૂછપરછ દરમ્યાન ભાંગી પડ્યો હતો અને પોતે કરેલી અપહરણની ફરિયાદ તદ્દન ખોટી હોવાની કબૂલાત કરી હતી.તેણે પોલીસને જણાવ્યુ હતું કે તે નિવને નેશનલ હાઇવે નંબર 53 પર મીંઢોળા નદીના બ્રિજ પરથી પાણી બતાવી રહ્યો હતો ત્યારે અચાનક નિવ તેના હાથમાંથી છટકી ગયો હતો.આથી તેણે અપહરણની ખોટી વાર્તા ઊભી કરી હોવાની કબૂલાત પોલીસ સમક્ષ કરી હતી.જો કે નિવ અકસ્માતે નદીમાં પડી જવાની વાત પણ શંકા પેદા કરી રહી છે. મળતી માહિતી અનુસાર પલસાણા તાલુકાનાં વણેસા ગામની સીમમાંથી અઢી વર્ષના માસૂમ નિવનું અપહરણ બાદ તેને નદીમાં ફેંકી દેવાની ઘટનાથી સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ચકચાર મચી ગઈ હતી. આ સનસની ફેલાવતી ઘટનાથી લોકોના દિલ પણ હચમચી ઉઠ્યા હતા.જો કે ત્રણ દિવસ બાદ પોલીસ સમક્ષ નિશિતે એવી કબૂલાત કરી છે કે તેણે પોલીસમાં કરેલી ફરિયાદ ખોટી છે.તેનાથી જ નિવ મીંઢોળા નદીમાં પડી ગયો હતો.આથી પરિવારને શું જવાબ આપીશ તે બીકે અપહરણની વાર્તા ઘડી કાઢી હોવાની કબૂલાત કરી હતી.તેણે જણાવ્યુ હતું કે તે બાલમંદિરથી સીધો પુત્રને કારમાં બેસાડી નેશનલ હાઇવે નંબર 53 પર આવેલ પલસાણા તરફના મીંઢોળા નદીના બ્રિજ પર પાણી બતાવવા માટે ગયો હતો અને નિવ ને પુલના પાળી ઉપર ઉભો રાખી પાણી બતાવતો હોય,ત્યારે એક ટ્રક પૂરઝડપે તેમની નજીકથી પસાર થતાં પુલ હાલતા તે ગભરાય ગયો હતો અને નિવ હાથ માંથી છટકીને નદીમાં પડી ગયો હતો.પુત્ર નદીમાં પડી જતાં ઘરે શું જવાબ આપીશ તે અંગે વિચાર્યા બાદ તેણે સમગ્ર વાર્તા ઘડી કાઢી હોવાની પ્રાથમીક કબૂલાત કરી છે.પોલીસે હાલ સમગ્ર ઘટના અંગે કાર્યવાહી હાથ ધરી છે.જો કે ત્રણ દિવસની શોધખોળ બાદ પણ નિવની કોઈ ભાળ મળી શકી નથી.બારડોલી અને સુરત ફાયર બ્રિગેડની સંયુક્ત ટીમ બારડોલીથી મીંઢોળા નદીના અંત સુધી શોધખોળ કરી હતી પરંતુ ત્રીજા દિવસે પણ બાળક મળી આવ્યું ન હતું.ત્યારે બાળક નદીમાં પડ્યું છે કે નહીં તે વિષે પણ શંકા પેદા થઈ રહી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application