તાપીમિત્ર ન્યુઝ,વ્યારા:વ્યારાના મગરકુઈ ગામે શ્મશાનની આગળ આવેલ ખેતરમાં 19 વર્ષીય યુવતી ઉપર વૃંદાવાડીના ઇસમે બળાત્કાર ગુજાર્યો હોવાની ફરિયાદ વ્યારા પોલીસ મથકે રજીસ્ટર કરવામાં આવી છે,પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ શરુ કરવામાં આવી છે.
વ્યારા તાલુકાના મગરકુઈ ગામે સને-2018 ના ફેબ્રુઆરી માસથી દિવ્યેશભાઇ ગામીત નાએ 19 વર્ષીય યુવતી સાથે પ્રેમસબંધ બાંધી તેણીને લગ્ન કરવાની લાલચ આપી ફોસલાવી પટાવી મગરકુઇ ગામે શ્મશાનની આગળ આવેલ ખેતરમાં લઇ જઇ યુવતીની મરજી વિરૂધ્ધ જબર જસ્તીથી અવાર નવાર શરીર સબંધ બાંધી બળાત્કાર ગુજાર્યો હતો,જેના કારણે યુવતીને ચાર માસનો ગર્ભ રહી જતા મામલો પોલીસ મથક સુધી પહોંચ્યો છે,બનાવ અંગે યુવતીએ વ્યારા પોલીસ મથકે ફરિયાદ કરી છે,જેમની ફરિયાદને આધારે દિવ્યેશભાઇ જયંતિભાઇ ગામીત રહેવાસી-વૃદાવાડી વ્યારા તા.વ્યારા જી.તાપી વિરૂધ્ધ ઇ.પી.કો કલમ-૩૭૬(૧) મુજબ ગુન્હો રજીસ્ટર કરવામાં આવ્યો છે,આગળની વધુ તપાસ પીઆઈ આર.એસ.પટેલ કરી રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application