તાપીમિત્ર ન્યુઝ,વ્યારા:વ્યારાના માલોઠા ગામ પાસે બે બાઈક વચ્ચે થયેલા અકસ્માતમાં 45 વર્ષીય શખ્સનું લાંબી સારવાર દરમિયાન મોત નીપજ્યું છે,બનાવ અંગે આજરોજ વ્યારા પોલીસ મથકે ગુન્હો રજીસ્ટર કરવામાં આવ્યો છે,
મળતી માહિતી મુજબ વ્યારા-ઉનાઈ રોડ પર આવતું માલોઠા ગામની સીમમાં ગત મહિનાની તારીખ 23 જુન 2018 નારોજ આશરે 3:00 કલાકના અરસામાં બાઈક નંબર GJ-26-M-5012 ના ચાલકે પોતાના ક્બ્જાનું વાહન પુરપાટ ઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી બાઈક નંબર GJ-15-QQ-7900 ને અડફેટમાં લેતા બાઈક ચાલક લાલુભાઈ હંસરાજભાઈ કડવાપટેલ (ઉ.વ.45)રહે,બામણવેલ,તા-ચીખલી,જી-નવસારી નાઓને રોડ ઉપર પાડી દેતા તેમના માથામાં તથા મોઢાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા સુરત ખાતે આવેલ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા,જ્યાં સારવાર દરમિયાન તા.26 જુન 2018 નારોજ સવારે 11:30 કલાકના અરસામાં મોત નીપજ્યું હોય,બનાવ અંગે સુમિત્રાબેન લાલુભાઈ હંસરાજભાઈ કડવાપટેલ રહે,જલારામ સ્ટોન કવોરી-સોનગઢ મૂળ રહે,બામણવેલ ગામ,ચીખલી જી-નવસારી નીએ આપેલી ફરિયાદ ને આધારે આજરોજ વ્યારા પોલીસ મથકે બાઈક નંબર GJ-26-M-5012 ના ચાલક સામે ગુન્હો રજીસ્ટર કરવામાં આવ્યો છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500