તાપીમિત્ર ન્યુઝ,સોનગઢ:તાપી જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાંચને વધુ એકવાર મોટી સફળતા મળી છે,માથાભારે બુટલેગરના મકાન માંથી ભારે માત્રામાં ઈંગ્લીશ દારૂનો જથ્થો ઝડપી પાડવા આવ્યો છે,શિવદર્શન નામની સોસાયટીના એક મકાનમાં લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમ દ્વારા આજરોજ મળશ્કે દરોડા પાડવામાં આવ્યા હતા,મકાનમાં સંતાડી રાખવામાં આવેલ ઈંગ્લીશ દારૂના 59 બોક્સ શોધી કાઢવામાં આવતા ચકચાર મચી જવા પામી છે,બનાવમાં પોલીસે રૂપિયા 3 લાખથી વધુનો મુદ્દામાલ સીઝ કર્યો છે, તાપી જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાંચે એક પછી એક બે નંબરી પ્રવૃત્તિ કરનારાઓ વિરુધ્ધ ફરિયાદ દાખલ કરી તેની સામે ગાળિયો કસી રહી છે.તાજેતર માંજ 5 જુલાઈ નારોજ લોકલ ક્રાઈમ બ્રાંચના પીઆઈ એન.જે.બિરાડે સ્ટાફના માણસો સાથે પેટ્રોલીંગમાં હતા તે સમયે હેડકોન્સટેબલ ઉત્તમભાઈ ખંડુભાઈને મળેલ બાતમીના આધારે વાલોડ માંથી સોસિયલ મીડિયા મારફત ચાલતું સૌથી મોટું વરલી મટકાનું રેકેટ ઝડપી પાડ્યું હતું,જેમાં એક શખ્શને રોકડ રકમ સહિત રૂ.1,17,900/-ના મુદ્દામાલ સાથે પકડવામાં આવ્યો હતો.જયારે મુખ્યસુત્રધાર સિકંદર શેખ સહિત પાંચ જણાને વોન્ટેડ જાહેર કર્યા હતા,તેમજ તા.6 જુલાઈના રોજ પીઆઈ એન.જે.બિરાડે અને સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા તે સમયે હેડકોન્સટેબલ ઉત્તમભાઈ ખંડુભાઈને મળેલ બાતમીના આધારે વ્યારાના ચીખલદા ગામ માંથી તીનપત્તીના જુગાર રમતા ચાર જુગારીયાઓને રૂ.79,490/-ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી ત્રણ જણાને ફરાર જાહેર કર્યા હતા,ત્યારે આજરોજ મળશ્કે એક વધુ સફળતા લોકલ ક્રાઈમ બ્રાંચને મળી છે, તાપી જિલ્લામાં ગેરકાયદેસર થતી દારૂની પ્રવૃત્તિ ઉપર વોચ રાખી દારૂના ગુન્હાઓ ઉપર અંકુશ લાવવા તાપી-એસપી એન.એન.ચૌધરી અને ડીવાયએસપી મુકેશભાઈ પટેલ નાઓએ આપેલી સૂચનાને આધારે એલસીબી પીઆઈ એન,જે,બિરાડે સ્ટાફના માણસો સાથે પેટ્રોલીંગમાં હતા તે સમય દરમિયાન હેડકોન્સટેબલ ઉત્તમભાઈ ખંડુભાઈને મળેલ બાતમીના આધારે માથાભારે બુટલેગર નીતિનભાઈ બટુકભાઇ ઠક્કર ના મકાનમાં વહેલી સવારે દરોડા પાડવામાં આવ્યા હતા.સોનગઢના વાંકવેલ ગામની સીમમાં આવેલ એસ્સાર પેટ્રોલ પંપ પાછળના ભાગે આવેલ શિવદર્શન સોસાયટીના મકાન માંથી જુદીજુદી બ્રાંડની વિસ્કી અને બીયરનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે,જેમાં(1) રોયલ સ્પેસ્યલ ઓલ્ડ ડીલક્ષ વિસ્કી બોટલ નંગ-2304,(2)હેવર્ડસ 5000 સુપર સ્ટ્રોંગ બીયર ટીન નંગ-456,(3)ઈમ્પેરીયલ બ્લ્યુ ગ્રેઇન વિસ્કી બોટલ નંગ-432 મળી કુલ બોક્સ નંગ-59 તથા મીણીયા થેલી નંગ-17 મળી કુલ બોટલ નંગ-3192 જેની કુલ કિં.રૂ.1,57,920/-નો ઈંગ્લીશ દારૂ તેમજ બુટલેગરના મકાન બાહર મળેલી કાળા કલરની એક્સેન્ટ કાર નંબર GJ-19-M-7711 પણ જપ્ત કરવામાં આવી છે,જેની કિં.રૂ.1.50 લાખ મળી કુલ રૂ.3,07,920/-નો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો છે.જોકે પોલીસની રેડ જોઈ બુટલેગર નીતિન બટુક ઠક્કર રહે,શ્રીરામ નગર,સોનગઢ નાસી જતા તેને પોલીસ ચોપડે વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે,આગળની વધુ તપાસ એલસીબી પીઆઈ એન.જે.બિરાડે કરી રહ્યા છે. High light: બુટલેગર નીતિન બટુકભાઈ ઠક્કરની સંપતી જપ્ત થશે !! તાજેતરમાં રાજ્યના પોલીસવડાએ બુટલેગરોની સંપતી મામલે મહત્વનો નિર્ણય કર્યો હતો જેમાં,ગુજરાતમાં દારૂની હેરાફેરી કરનારા મોટા બુટલેગરોની સંપત્તિ હવે ઈડી (એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ) ટાંચમાં લેશે.બુટલેગરો વિરુદ્ધમાં પીએમએલએ એટલે કે,ધી પ્રીવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ મુજબ ગુન્હો નોંધીને સંપત્તિ જપ્ત કરવાની કાર્યવાહી કરાશે,આ પ્રકારના કેસમાં ઓર્ગેનાઈઝડ ક્રાઈમ લાગે તો પીએમએલએના કાયદાનો ઉપયોગ કરવાનો રહેશે તેવો આદેશ કરાયા હતા.જીલ્લાના તમામ પોલીસવડાઓને સુચના આપવામાં આવી હતી કે,દારૂ નો મોટો જથ્થો પકડાય ત્યારે આરોપી અને તેની ગેંગના બીજા બુટલેગરોના નામ એફઆઈઆર અને ચાર્જશીટમાં આવે તેની ખાસ તકેદારી રાખવાની રહેશે.દારૂ ના કેસમાં તોડબાજી અટકે અને કાર્યવાહી થાય તેને ધ્યાને રાખી આ નિર્ણય લેવાયો છે.દારૂ ની કમાણી માંથી ઊભી કરેલી સંપત્તિ બનાવી હોય તો કાયદા અંતર્ગત કામગીરી કરવાની રહેશે.ત્યારે જોવાનુ એ રહે છેકે.બુટલેગર નીતિન ઠક્કરે દારૂની કમાણી માંથી ઉભી કરેલી સંપતી જપ્ત કરવામાં આવે છે કે પછી......
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Applicationકાર્તિક આર્યનની ફિલ્મ 'પતિ, પત્ની ઔર વોહ ટૂ'માં રવિના ટંડનની એન્ટ્રી
November 22, 2024