તાપીમિત્ર ન્યુઝ,ડોલવણ:ડોલવણના પીઠાદરા ગામનો એક 48 વર્ષીય ઇસમ ઓલણ નદીના પ્રવાહમાં તણાયો હોવાની વિગતો જાણવા મળી છે,ઘટના સ્થળ પર પહોંચેલી પોલીસ અને સ્થાનિક લોકોની મદદથી પાણીના પ્રવાહમાં તણાયેલા ઈસમને શોધવા માટે તજવીજ હાથ ધરી હતી,
મળતી માહિતી મુજબ દક્ષીણ ગુજરાત સહિત તાપી જીલ્લામાં પડી રહેલા ભારે વરસાદને કારણે ગ્રામ્ય વિસ્તારોમાં બનાવામાં આવેલ કેટલાક લો લેવલના ગોઝ્વે ઉપરથી પાણી ફરી વળ્યા છે,જેના કારણે લોકોને અનેક મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે,આજરોજ ડોલવણના પીઠાદરા ગામની સીમ માંથી પસાર થતી ઓલણ નદીના લો લેવલ ગોઝ્વે પર પાણીનો પ્રવાહ વધી જતા ઉમેશભાઈ હરીલાલ ગામીત(ઉ.વ.48)રહે,દાદરી ફળિયું,પીઠાદરા-ડોલવણ નાઓ પાણીના પ્રવાહમાં તણાઈ ગયો હતો,ઉમેશ ગામીત કોઝવે પરથી પસાર થઇ રહ્યો હતો તે સમય દરમિયાન પાણીનો પ્રવાહ વધી જતા તણાયો હોવાનું જાણવા મળ્યું છે,સ્થાનિક લોકો અને ઘટના સ્થળ પર પહોંચેલી પોલીસે તણાયેલા ઇસમને શોધવા માટે તજવીજ હાથ ધરી હતી,જોકે પાણીનો પ્રવાહ સતત વધી રહ્યો હોવાને કારણે કોઝવેના પાણીમાં તણાયેલા ઈસમને શોધવું મુશ્કેલ બન્યું હતું,
High light-તાપી જિલ્લામાં આજરોજ સવારે 6 થી 4 વાગ્યા સુધી પડેલા વરસાદના આંકડા પર એક નજર.
વ્યારા-16 મીમી
વાલોડ-26 મીમી
સોનગઢ-24 મીમી
ઉચ્છલ-10 મીમી
નિઝર-02 મીમી
કુકરમુંડા-03 મીમી
ડોલવણ-97 મીમી
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500