Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ઉચ્છલ:જીપ અને બાઈક વચ્ચે અકસ્માત:જીપ નીચે દબાઈ જવાથી એકનું મોત:એકની હાલત ગંભીર

  • July 17, 2018 

તાપીમિત્ર ન્યુઝ,ઉચ્છલ:ઉચ્છલના છાપટી ગામ પાસે પુરપાટ ઝડપે દોડતી બોલેરો પીકઅપ ગાડીના ચાલકે એક બાઈકને પાછળથી ટક્કર મારતા જીપ પલટી થઇ હતી,જેમાં જીપ નીચે દબાઈ જવાથી બાઈક ચાલકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું,જયારે બીજાને શરીરે ઈજા પહોંચી હોવાનું જાણવા મળ્યું છે,બનાવ અંગે ઉચ્છલ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે, મળતી માહિતી મુજબ ઉચ્છલ તાલુકાના છાપટી ગામના બસ સ્ટેન્ડ આગળ સ્ટેટ હાઇવે માર્ગ પર આજરોજ સવારે 11:30 કલાકના અરસામાં બોલેરો પીકઅપ ગાડી નંબર MP-46-G-1247 ના ચાલકે ગાડી ગફલતભરી રીતે હંકારી લાવી બાઈક નંબર GJ-26-J-8615 ને પાછળ ના ભાગે ટક્કર મારતા બાઈક ઉપર સવાર આનંદભાઈ કાતુડીયાભાઈ વળવી અને રતિલાલભાઈ ગનિયાભાઈ વસાવા બંને રહે,કરોડ ગામ,નવાગામફળિયું-ઉચ્છલ નાઓને પાડી દઈ પીકઅપ ગાડીના સ્ટેયરીંગ પરનો કાબુ એકદમ ગુમાવી દઈ બાઈક ચાલક રતિલાલભાઈ વસાવા નાઓ ઉપર ક્લીનર સાઈડે બોલેરો ગાડી પલ્ટી ખવડાવી રતિલાલભાઈને દબાવી દેતા માથાના ભાગે ગંભીર ઈજા તથા જમણા હાથે ફેકચર થયું હતું તેમજ આનંદભાઈ વળવીને જમણા હાથના પંજાના પાછળના ભાગે તથા ડાબા પગના થાપાના પાસે ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો,જ્યાં ટુકી સારવાર દરમિયાન રતિલાલ ગનિયાભાઈ વસાવા(ઉ.વ.48)નું મોત નીપજ્યું હતું.બનાવ અંગે આનંદભાઈ કાતુડીયાભાઈ વળવીએ આપેલી ફરિયાદના આધારે બોલેરો પીકઅપ ગાડીના ચાલક વિરુધ્ધ ઉચ્છલ પોલીસ મથકે ગુન્હો રજીસ્ટર કરવામાં આવ્યો છે,આગળની વધુ તપાસ PSI બી.સી.સોલંકીને સોંપવામાં આવી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application