Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સુરત:પિતાના આંખોની સામે બંદૂકની અણીએ અઢી વર્ષના બાળકનું અપહરણ કરી નદીમાં ફેંકી દેવાયો:તપાસ શરૂ

  • July 16, 2018 

સુરત જિલ્લાના પલસાણા તાલુકાનાં વણેસા ગામે રહેતો યુવાન પોતાના અઢી વર્ષના પુત્રને લઈ ગામના બાલમંદિરમાં મૂકવા ગયો હતો. જોકે થોડા સમયબાદ બાળકને લઈને આવવાનું શિક્ષિકાએ જણાવ્યુ હતું. જેથી આ યુવાન દીકરાને લઈ પોતાની કારમાં વણેસાને અડીને આવેલ સોયાણી ગામની સીમમાં માંકડેશ્વર મહાદેવ મંદિરમાં લઈ જવા માટે નીકળ્યો હતો તે દરમ્યાન રસ્તામાં આવતી કેનાલ ઉપર બે રિક્ષામાં આવેલા કેટલાક અજાણ્યા ઇસમોએ રિક્ષાને રોડ ઉપર ઊભી રાખી કારને આંતરીને 7 જેટલા ઇસમોએ યુવાનને ઘેરી લઈ પિસ્તોલ તથા ચપ્પુની અણીએ યુવાનની કાર ખોલાવી કારની ડીકીમાંથી પ્લાસ્ટિકનું કોઠળુ કાઢી ખાતરની ગુણમાં બાળકને ભરીને રિક્ષામાં લઈ અપહરણ કરી બારડોલી તરફ ભાગ્યા હતા. આ દરમ્યાન બાળકને બારડોલીના મીંઢોળા નદીના પુલ પર લાવી નદીમાં ફેંકી દેવાની ઘટનાએ ભારે ચકચાર મચી ગઈ છે. હજુ સુધી બાળકની કોઈ ભાળ મળી નથી. આ અંગે મળતી માહિતી અનુસાર સુરત જિલ્લાના પલસાણા તાલુકાનાં વણેસા ખાતે લુહાર ફળિયામાં રહેતા નિશીતભાઈ રાજેશભાઈ પટેલ (35) નાઓ ખેતીકામ કરે છે અને તેમની પત્ની બ્રેના અને બે સંતાનો નીલ (11) ત્યારબાદ નીવ અઢીવર્ષ છે નીલ નવસારી હોસ્ટેલમાં રહી ધોરણ-6માં અભ્યાસ કરે છે. નિશીતનું પરિવાર અમેરિકામાં રહે છે. હાલમાં નિશીતે નીવને દશેક દિવસ અગાઉ ગામમાં આવેલ બાલમંદિરમાં દાખલ કર્યો હતો જેનો ટાઈમ સવારે 9 થી 11 નો છે. સોમવારના રોજ સવારે 9:15 કલાકે નિશીત તેના છોકરાને લઈ આઈ20 કાર જીજે-19-એએ-9404માં બેસાડી ગામમાં આવેલ બાલમંદિરમાં મૂકવા નીકળ્યા હતા. આ સમયે બાલમંદિરમાં કોઈ છોકરા આવ્યા ન હોય બાલમંદિરના શિક્ષિકા સુંદરબેને જણાવ્યુ હતું કે બાલમંદિર ચાલુ છે પરંતુ બાળકો હજુ આવ્યા નથી. બાળકો આવશે એટલે બાલમંદિર ચાલુ કરીશ જેથી નિશીત તેના બાળક નીવને લઈ સોયાણી ગામની સીમમાં આવેલ માંકડેશ્વર મહાદેવ મંદિરે જવા નીકળ્યા હતા. તે સમયે મંદિર તરફ જતાં રસ્તા ઉપર એક માઇનોર નહેર આવેલી છે. ત્યાં તેની કારની આગળ બે રિક્ષા આવીને ઊભી રહી ગઈ હતી. જેથી નિશીતે કારની બ્રેક મારી હતી. અને ત્યાંજ કાર ઊભી રાખી દીધી હતી. અને એ દરમ્યાન રિક્ષાઓ પૈકી એક રિક્ષામાંથી ચાર વ્યક્તિ ઉતર્યા હતા. જેમાં બે વ્યક્તિ નિશીતની કારની જમણી બાજુ આવીને ઊભા રહી ગયા હતા. અને જમણી બાજુના દરવાજા પાસે ચપ્પુ લઈને ઊભા રહી ગયા હતા. એક વ્યક્તિ કારની આગળના ભાગે પિસ્તોલ જેવુ હથિયાર ટાંકીને ઊભો રહી ગયો હતો. અને ગાડીનો કાચ નીચે ઉતારાવ્યો હતો. તે વખતે પિસ્તોલ જેવુ હથિયાર ટાંકીને બીજી રિક્ષામાંથી ઉતરેલા ત્રણ વ્યક્તિએ કારનો દરવાજો ખોલાવ્યો હતો. આ દરમ્યાન નિશીતે પાકીટ તથા મોબાઈલ આ વ્યક્તિઓને આપી દીધું હતું. પાકીટ પાછલી સીટ પર ફેંકી દીધું હતું. અને મોબાઈલ સ્વિચ ઓફ કરી કારની ડીકીમાં નાંખી દીધો હતો. ફોન બંધ કર્યો તે સમયે નિશીતની પત્નીનો ફોન આવતો હતો. નિશીતની કારની ડીકીમાંથી ખાતરની ખાલી ગુણ પડેલી હોય તે કાઢી દીધેલી હતી. અને કારનો ડાબી બાજુનો દરવાજો ખોલતા નીવને આ વ્યક્તિઓ જોઈ ગયા હતા. નીવને જોતાં જ તે લોકોએ કહ્યું હતું કે “ વો રહા વો રહા “ તેમ કહીને નીવને ખેચવા લાગ્યા હતા. જેથી નિશીતે નીવનો હાથ પકડી રાખ્યો હતો. અને જણાવ્યુ હતું કે રૂપિયા લઈ લેવ પણ મારા દીકરાને છોડી દેવ આમ કહેતા આ વ્યક્તિઓએ જણાવ્યુ હતું કે “ બચ્ચે કો છોડડો વરના ઇસકોભી માર ડેંગે “ તેમ કહેતા નિશીતે છોકરાનો હાથ છોડી દીધો હતો. આ અજાણ્યા વ્યક્તિઓએ નીવને કોથરામાં મૂકી દઈ પ્રથમ ચાર વ્યક્તિ એક રિક્ષા લઈ જતપોર પાટિયા તરફ ભાગવા લાગ્યા હતા.આ દરમ્યાન થોડા સમય પછી બીજી રિક્ષામાં ત્રણ વ્યક્તિઓ એજ તરફ જતાં રહ્યા હતા.નિશીતે આ રિક્ષાનો પીછો શરૂ કર્યો હતો. રિક્ષા દેખાતી બંધ થઈ ગઈ હતી. બારડોલી સુરત રોડ ઉપર જતાં બારડોલી તરફ નિશીતે કાર હંકારી હતી. બારાસડી ગામ પાસે આવી કાર ઊભી રાખ્યા બાદ ડીકીમાંથી ફોન કાઢીને નિશીતે તેના મિત્ર સિગ્નેશભાઈ અશોકભાઇ પટેલને ફોન કર્યો હતો કે મારા છોકરાને કોઈએ ઊંચકી લીધો છે હું તેની પાછળ છું તું આગળ રોડ પર આવ તેવું જણાવ્યુ હતું.ચાલુ કારમાંથી તેમના મામા ચેતનભાઈને પણ ફોન કરીને જાણ કરી હતી.સુરતી જકાતનાકાથી આગળના કોર્ટ નજીકના ત્રણ રસ્તા પર આવતા નિશીતે કાચ ખોલીને બૂમ પાડી હતી. રિક્ષામાં બેસેલો વ્યક્તિ એક કોઠરો લઈ ઉતરી એક હાથ મૂકી પારી કૂદી મીંઢોળા નદીમાં કોથરો ફેંકી ભાગી છૂટ્યો હતો જેથી નિશીતે પાણીના વહેણમાં જોતાં નીવનું મોઢું દેખાયું હતું.ત્યારબાદ પુલની બીજી તરફ જઈ જોતાં તેનો દીકરો મળી આવ્યો ન હતો.આ દરમ્યાન અન્ય સંબંધીઓ પણ સ્થળ ઉપર પહોંચી ગયા હતા.અને બારડોલી ફાયર બ્રિગેડ અને પોલીસને જાણ કરતાં નીવની શોધખોળ શરૂ કરી હતી. પરંતુ તે મળી આવ્યો ન હતો.નિશીતે પોલીસને આપેલી ફરિયાદમાં પ્રાથમિક તબક્કે તેમનો કોઈ સાથે લડાઈ ઝગડો નથી તેમજ દેવું નથી આ અજાણ્યા વ્યક્તિઓ કયા કારણોસર નીવનું અપહરણ કરી ગયા હોય અને નીવને નદીમાં ફેંકી દીધો હોય તે હજુ ચોક્કસ કારણ જાણી શકાયું નથી.અપહરણ કરનારાઓ હિન્દી ભાષા બોલતા હતા.અને તમામની ઉંમર 35 થી 40 વર્ષ જેટલી હતી.આ સાત વ્યક્તિઓએ ટી-શર્ટ અને જીન્સનો પેન્ટ પહેરેલો હતો.માસૂમ નીવના અપહરણની ઘટનાને લઈ ભારે ચકચાર મચી ગઈ છે. ખરેખર આ ઘટનામાં સત્ય શું છે એ પોલીસ માટે તપાસનો વિષય બન્યો છે. અને માસૂમ બાળકની સાથે કોઈ આટલું નિર્દય બનીને મીંઢોળા નદીમાં ફેંકી દેય એ સામાન્ય માનવીના મગજમાં બેસતું નથી દરેક વ્યક્તિના મો માંથી એક જ પ્રશ્ન નીકળી રહ્યો છે શું નીવને કોઈએ આ નિર્દયતાથી મીંઢોળા નદીમાં ફેંકી દીધો હશે.હાલ સમગ્ર મામલે પોલીસે ઊંડાણ પૂર્વક તપાસ શરૂ કરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application