તાપીમિત્ર ન્યુઝ,વાલોડ:આદિવાસી વિસ્તાર ધરાવતો વાલોડ તાલુકાના ડુમખલ ગામમાં પેપર મિલના સંચાલકો દ્વારા દુર્ગંધ મારતું કેમિકલ યુક્ત પાણી આદિવાસી વિધવા મહિલાના ખેતરમાં છોડી મુકાતા વિધવા મહિલા સહિત પરિવારના પાંચ જેટલા સભ્યોને અનેક મુશ્કેલીનો સામનો કરવાની સાથે જીવન ગુજરાન ચલાવવું મુશ્કિલ બન્યું છે,
આદિવાસી વિસ્તાર ધરાવતા તાપી જિલ્લામાં વાલોડ તાલુકાના ડુમખલ ગામમાં સંકલ્પ પેપર મિલ માંથી છોડવામાં આવતું કેમિકલ યુક્ત પાણીના કારણે વિધવા મહિલાને અનેક મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે,પેપર મિલના સંચાલકો દ્વારા ઇરાદાપૂર્વક મહિલાના ખેતરમાં કેમિકલ યુક્ત પાણી છોડવામાં આવી રહ્યું છે,વર્ષો જુનું કોતરડું પુરાણ કરી કેમિકલ યુક્ત પાણી છોડવામાં આવી રહ્યું છે.જેના કારણે ક્યારીયોની પાળ તૂટી જવાની સાથે ખેતરમાં ઘણી જગ્યાએ ઊંડા ખાડા પડી ગયા છે.
સંકલ્પ પેપર મિલના માલિકને વિધવા મહિલાએ અનેકવાર રજૂઆત કરી હોવા છતાં ટસ ના મસ થયા હતા,મહિલા માટે માત્ર જમીન જ આજીવિકાનું સાધન હોય.ગત વર્ષે પણ ઘણું નુકશાન થયું હતું.એટલું જ નહી મિલના માલિકે કમ્પાઉન્ડ બનાવી આશરે બે પંદરેક ફૂટના ઊંડા તળાવો બનાવી તેમાં દુર્ગંધ મારતું કેમિકલ યુક્ત પાણી ભરવામાં આવતા તળાવનું પાણી જમીનમાં ઉતરવાથી આજુબાજુના બોરના પાણી પણ પીવા લાયક રહ્યા નથી,જેને લઈ લોકોના આરોગ્ય સાથે ચેડા થતા હોવાની બુમરાણ ઉઠવા પામી છે,સંકલ્પ પેપર મિલ gpcb ના નિયમો અનુસાર કાર્યરત છેકે કેમ ? આદિવાસી વિસ્તારમાં ફેકટરી ચાલુ કરવા માટે તમામ વિભાગો પાસેથી મંજુરી મેળવી છેકે કેમ ? મિલમાં કામ કરતા મજૂરો/કર્મચારીઓની વિગત સાથે ઉચ્ચઅધિકારીઓ તલસ્પર્શી તપાસ હાથ ધરે તે જરૂરી બન્યું છે,દુર્ગંધ મારતું કેમિકલ યુક્ત પાણી જમીનમાં છોડવા મુદ્દે કાન્તાબેન મોહનભાઈ ચૌધરી નામની વિધવા મહિલાએ ન્યાય મેળવવા માટે સંબંધિત વિભાગના અધિકારીઓને રજૂઆત કરી હોવાનું જાણવા મળ્યું છે,
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application