Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તાપી:વાઘના મૂંછ પર વિધિ કરી રૂપિયા બનાવી આપવાના નામે છેતરપીંડી

  • July 15, 2018 

તાપીમિત્ર ન્યુઝ,સોનગઢ:કહેવાય છેને જ્યાં લોભિયા હોય ત્યાં ઘુતારા ભૂખે નથી મરતા,તેવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.ઉકાઈ પોલીસ મથકના હદમાં આવતું શેરુલા ગામના ઇસમે વાઘના મૂછ પર વિધિ કરી રૂપિયા બનાવી આપવાના નામે રૂપિયા ૧,૦૩,૦૦૦/-ની છેતરપીંડી કરી હોવાની ફરિયાદના આધારે ભેજાબાજ ને ઝડપી પાડવામાં આવ્યો છે. મળતી માહિતી અનુસાર સોનગઢ તાલુકાના શેરુલા કોલોની ફળીયામાં રહેતો વિષ્ણુભાઈ છનાભાઈ કાથુડ બે એક વર્ષ પહેલા ગામ માંજ રહેતી કરજીબેન નકટાભાઈ વસાવાના ઘરે અવારનવાર જઇ મહિલાને વિશ્વાસમાં લઈ "હું એક તાંત્રિક ને જાણું છું તે વાઘની મૂછ ઉપર વિધિ કરી ઘણા રૂપિયા બનાવી આપે છે' તેમ કહી ઉછીના રૂપિયા આપો હું તમને ઘણા બધા રૂપિયા આપીશ એવી બાંહેધરી આપી મહિલાને વાતો વાતોમાં ફસાવી થોડા થોડા રૂપિયાની માંગણી કરી મહિલા પાસેથી કુલ ૧,૦૩,૦૦૦/- રૂપિયા પડાવી લીધાં હતાં,બનાવ અંગે મહિલાએ ઉકાઈ પોલીસ મથકે ફરિયાદ કરતા તેમની ફરિયાદને આધારે આજરોજ વિષ્ણુભાઈ છનાભાઈ કાથુડ વિરુદ્ધ ગુન્હો રજીસ્ટર કરી તેને ઝડપી પાડવામાં આવ્યો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application