તાપીમિત્ર ન્યુઝ,વ્યારા:આજે અષાડ સુદ બીજ એટલે વિષ્ણુ ભગવાન ના આઠમા અવતાર ભગવાન શ્રી જગન્નનાથજી,જ્યેષ્ઠ ભ્રાતા શ્રી બલરામજી તથા ભગિની સુભદ્રાજીનાં મોસાળ ગામ ની સ્મૃતિ માં જગન્નાથ યાત્રા નું આયોજન પ્રતિવર્ષ કરવામાં આવે છે જેના ભાગરૂપે વ્યારા નગરમાં પણ આજે ત્રીજા વર્ષે જગન્નાથ યાત્રા નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું,જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા,આ યાત્રા વ્યારાના અલગ અલગ વિસ્તારોમાં ફરી મહાદેવ સોમીલ ખાતે આવેલ રાધાકૃષ્ન મંદિર ખાતે પુર્ણાહુતી થઇ હતી.
આજે અષાડ સુદ બીજના દિવસે ભગવાન જગન્નાથ ની રથ યાત્રા અમદાવાદ સહીત સમગ્ર ગુજરાતમાં કાઢવામાં આવે છે,વ્યારા ખાતે પણ છેલ્લા ત્રણ વર્ષથી વ્યારા હિન્દૂ સંગઠન દ્વારાભગવાન જગન્નાથ ની રથયાત્રા નું આયોજન કરવામાં આવે છે,આજે ફડ઼કેં નીવાશ ના રાધા કૃષ્ન મંદિર ખાતેથી યાત્રાનો શુભારંભ કરવામાં આવ્યો આ રથયાત્રા વ્યારા નગરમાં પહોંચતા મહિલા બાળકો સહીત મોટી સંખ્યામાં લોકો યાત્રામાં જોડાયા હતા,ઢોલનગારા ના નાદ સાથે જય જગન્નાથના નારા સાથે સમગ્ર નગર માં યાત્રા ફરતા સમગ્ર વ્યારા નગર ભકતીમય માહોલ છવાયો હતો,આ યાત્રા કોમી એકતાના માહોલમાં નીકળી હતી સાથે રથયાત્રા દરમિયાન કોઈ અનીચ્છનીય બનાવ ન બને તે માટે તાપી પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઢવી દેવામાં આવ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application