તાપીમિત્ર ન્યુઝ,સોનગઢ:માંડવી-ઉકાઈ રોડ ઉપર આવતું લીમ્બી ગામના ત્રણ રસ્તા પાસેથી કતલખાને લઇ જવાતી ભેંસોના બચ્ચા સહિત કુલ 46 પશુઓને ઉગારી લેવામાં ઉકાઈ પોલીસને આ વખતે સફળતા મળી છે.ત્રણ ટ્રક સાથે 6 કસાઈઓની અટક પણ કરવામાં આવી છે.ઉકાઈ પોલીસે 28 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી ટ્રક ચાલક સહિત કુલ પાંચ જણા વિરૂધ્ધ ગુન્હો રજીસ્ટર કર્યો છે.
માંડવી-ઉકાઈ માર્ગ ઉપરથી મોડી રાત્રે પસાર થતી મોટેભાગની ટ્રકોમાં કતલખાને લઇ જવાતા પશુ ભરેલી ટ્રકો વધુ દોડતી હોવાની વાત નવી નથી,જોકે આ વખતે 14મી જુલાઈ નારોજ મોડીરાત્રે ઉકાઈ પોલીસે ત્રણ ટ્રકો માંથી 26-ભેંસો અને 20-બચ્ચા મળી કુલ 46 પશુઓને ઉગારી લેવામાં ભારે સફળતા મળી છે,ઉકાઈ પોલીસ સ્ટેશન થી માત્ર 4 કી.મી. ના અંતરે આવેલ લીમ્બી ગામના ત્રણ રસ્તા પાસેથી રાત્રીના સમય દરમિયાન એકાએક ત્રણ ટ્રકો ઝડપી પાડવામાં આવી હતી.જેમાં તપાસ કરતા ટ્રક નંબર GJ-16-X-9381,GJ-16-X-9577 તેમજ GJ-16-Z-7644,ત્રણેય ટ્રકોમાં પશુઓને ક્રુરતા પૂર્વક ઠુંસીઠુંસીને ભરવા આવ્યા હતા,ટ્રક ચાલક સહિત ઝડપાયેલા કસાઈઓની પૂછપરછ કરવામાં આવતા તમામ પશુઓને ભરૂચથી ભરી માંડવી-ઉકાઈના માર્ગે થઇ મહારાષ્ટ્રના જલગાંવ,ધરનગાંવ,ધુલિયા અને નાસિક જેવા એરિયામાં સપ્લાય કરતા હોવાનું જાણવા મળ્યું છે,ત્રણેય ટ્રકોમાં પશુઓને એક ઠેકાણે થી બીજા ઠેકાણે એવી રીતે લઇ જાય છેકે જેથી પશુઓને બિનજરૂરી દુઃખ કે દર્દ ભોગવવું પડે છે,તેમજ ટ્રકોમાં પશુને હલનચલન માટે વાજબી મોકળાશ મળતી ન હોય,તેમજ ગેરવાજબી સમય સુધી ભેંસોને ટૂંકા દોરડા વડે બાંધી પુરતો ખોરાક અને પાણીની વ્યવસ્થા કે કોઈ પ્રાથમિક સારવારના મેડીકલ સાધનો વગર તેમજ કોઇપણ સક્ષમ અધિકારી,વેટરનરી ઓફિસરના પ્રમાણ પત્ર વિના ગેરકાયદેસર રાજ્ય બાહર લઇ જતા હોવાનું પોલીસ તપાસના જાણવા મળ્યું છે,હાલ તો 6 જેટલા ઈસમો વિરુધ્ધ ગુન્હો રજીસ્ટર કરી તેમને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા છે,પશુઓ,ત્રણ ટ્રકો તેમજ પાંચ મોબાઈલ સહિત કુલ 28,44,000/-નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે,આગળની વધુ તપાસ હેડકોન્સટેબલ રણજીતભાઈ ગુલાબભાઈને સોંપવામાં આવી છે.
high light-રાજ્ય બાહર પશુઓને લઇ જતા ઝડપાયેલા કસાઈઓ
(1)જફીઉલા અજીજ શેખ રહે,મિલતનગર,મનવર રોડ-ભરૂચ,(2)નાગરાજ રાજારામ ધનગર રહે,બસ સ્ટેશનની બાજુમાં ધરનગાંવ જી-જલગાંવ(મહારાષ્ટ્ર),(3)ઈરફાનભાઈ ઈસ્માઈલભાઈ સૈયદ રહે,વિલાયત,દાજીપુરા તા,વવાગળા-ભરૂચ,(4)રાઘુભાઈ ખોળાભાઈ કોળી પટેલ રહે,તુલસી નગર સોસાયટી,તા-મહુવા,જી-ભાવનગર,(5)ગુલામ અહેમદ ચાંદ ઠાકોર રહે,મોરીના હોટલ મોટા નાઘોડીવાળ-ભરૂચ,(6)રામજીભાઈ છનાભાઈ વસાવા રહે,વિલાયત ઓળ ફળિયું,તા-વાગળા,જી-ભરૂચ
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application