Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વાલોડ:યામાહા એફ.જી.બાઈક સ્લીપ થતા યુવકનું સારવાર દરમિયાન મોત

  • July 13, 2018 

તાપીમિત્ર ન્યુઝ,વાલોડ:વાલોડના વેડછી ગામની સીમ માંથી પસાર થતા માર્ગ પર બાઈક સ્લીપ થઇ જવાને કારણે ૩૦ વર્ષીય યુવકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું,વાલોડ પોલીસ મથકે ફરિયાદના આધારે બનાવ રજીસ્ટર થયો છે, મળતી માહિતી મુજબ તા,12મી જુલાઈ નારોજ  બપોરના 3:30 કલાકના અરસામાં વાલોડ તાલુકાના વેડછી ગામની સીમ માંથી પસાર થતા વાલોડથી ખાનપુર તરફ વેડછી નદી ફળિયા તરફ જતા ત્રણ રસ્તા પાસે યામાહા એફ.જી.બાઈક નં-GJ-19-H-9909 ને પુર ઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લઈ જતા બાઈક સવાર વિરલભાઇ કિરણભાઇ ચૌધરી (ઉ.વ.૩૦)રહે,વેડછી ગામ નવું ફળીયું તા.વાલોડ નું બાઈક સ્લીપ થઇ જવાને કારણે તેના શરીરે ઓછીવત્તી તથા આંતરીક ગંભીર ઇજાઓ પહોંચી હતી ઈજાગ્રસ્ત યુવકને સારવાર માટે નજીકની હોસ્પીટલમાં ખસેડવામાં આવતા સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.બનાવ અંગે અલ્પેશભાઇ કિરણભાઇ ચૌધરી રહે,વેડછી ગામ નવું ફળીયું તા.વાલોડ નાએ આપેલી ફરિયાદને આધારે વાલોડ પોલીસ મથકે ગુન્હો રજીસ્ટર કરવામાં આવ્યો છે,આગળની વધુ તપાસ psi એ.ડી.ખાંટ કરી રહ્યા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application