રાજ્યમાં વરસી રહેલા અનરાધાર વરસાદને કારણે 19 લોકોના મોત થયા છે.રાજ્યના 118 તાલુકામાં વરસાદ વરસ્યો છે.જેમાંથી 30 તાલુકાઓમાં બે ઈંચથી વધુ વરસાદ પડ્યો છે. એનડીઆરએફની કુલ 15 ટીમોમાંથી ગાંધીનગરમાં 3 ટીમ અને વડોદરામાં 4 ટીમોને સ્ટેન્ડ બાય કરવામાં આવી છે.
આ સાથે તાપી,સુરત,નવસારી,વલસાડ, જામનગર,પાલનપુર,અમરોલી અને માહિસાગરમાં પણ એનડીઆરએફની ટીમો તૈનાત છે.દક્ષિણ ગુજરાતમાં વરસી રહેલા ભારે વરસાદની અસર વાહન વ્યવહાર પર પડી છે. રાજ્યના સાત જિલ્લાના 197 માર્ગો વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે.સૌથી વધુ નવસારી જિલ્લામાં સ્ટેટ હાઈવે સહિત કુલ 77 માર્ગો બંધ કરાયા છે.તો તાપીમાં નેશનલ હાઈવે સહિત 52 માર્ગો બંધ કરવામાં આવ્યા છે.જ્યારે કે સુરતમાં પણ વરસેલા ધોધમાર વરસાદને કારણે 26 માર્ગો બંધ કરવાની ફરજ પડી છે. તો વલસાડમાં 21 માર્ગો અને ડાંગમાં બે સ્ટેટ હાઈવે સહિત 19 માર્ગો બંધ કરાયા છે.ખેડા અને નર્મદાના એક-એક માર્ગ બંધ કરવામાં આવ્યા છે.મૃતક 19 લોકોમાંથી 11 લોકોના પરિવારને સરકાર દ્વારા સહાય આપવામાં આવી છે.તમામ અધિકારીઓને સૂચના જિલ્લા નહિ છોડવાની સૂચના અપાઈ છે.અને તેમની રજા રદ કરી દેવાઈ છે.હજુ 4 દિવસની વરસાદની આગાહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application