Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

રીક્ષામાં બેસેલા યુવકના પેન્ટના ખિસ્સામાંથી રોકડા 50 હજાર ચોરાયા

  • June 10, 2021 

સહારા દરવાજાથી ચૌટાપુલ સુધી રીક્ષા ભાડે કરનાર યુવકની રીક્ષા ચાલક ટોળકીઍ નજર ચુકવી પેન્ટના ખિસ્સામાંથી રોકડા ૫૦ હજાર ચોરી લીધા હતા.

 

 

 

 

મહિધરપુરા પોલીસના જણાવ્યા મુજબ ગોડાદરા કેશવપાર્ક સોસાયટીમાં રહેતા હમીરારામ અસ્લારામ રબારી (ઉ.વ.૨૬) ચૌટાપુલ  બાલાજી રોડ ખાતે તેના બનેવીની ડ્રીમ કટલેરી નામની દુકાનમાં નોકરી કરે છે. હમીરારામ ગત તા.૨ જુનના રોજ તેના શેઠે દુકાન ભાડાના આપેલા રૂપિયા ૫૦ હજાર લઈને દુકાને જતો હતો. ગો઼ડાદરાથી સીધી ચૌટાપુલ સુધી રીક્ષા જતી ન હોવાથી હમીરરામે સહારા દરવાજા આવ્યો હતો અને ત્યાંથી ચૌટાપુલ સુધીની બીજી રીક્ષા ભાડે કરી હતી. રીક્ષામાં પહેલાથી જ ત્રણ જણા બેઠા હતા.

 

 

 

 

અજાણ્યાઓએ હમીરરામને બેસવાનું ફાવતુ નથી હોવાનુ કહી આગળ પાછળ ખસવા કહી નજર ચુકવી પેન્ટના ખિસ્સામાંથી દુકાન ભાડાના ૫૦ હજાર અને પાનકાર્ડ ચોરી લીધા હતા ત્યારબાદ ગોલ્ડન સર્કલ પહેલા કુષીબજાર પાસે આગળ પોલીસ છે હોવાનુ કહી રીક્ષામાંથી ઉતારી દીધો હતો. જોકે હમીરરામને તેની સાથે કંઈક અજુગતુ થયું હોવાનું લાગતા પેન્ટના ખિસ્સા ચેક કરતા પૈસા ચોરાયા હોવાનું બહાર આવતા બુમો પાડી રીક્ષા પાછળ દોડ્યા હતા પરંતુ રીક્સા પુરઝડપે હંકારી ટોળકી ભાગી ગઈ હતી. બનાવ અંગે હમીરરામે તેના શેઠને જાણ કર્યા બાદ ગઈકાલે ફરિયાદ નોધાવતા પોલીસે ગુનો દાખલ કરી રીક્ષા ચાલક ટોળકીને ઝડપી પાડી હોવાનું કહેવાય છે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application