મુંબઈ : મહારાષ્ટ્રના મુંબઈમાં ધમકીભર્યા ઈમેલ મળ્યા બાદ શહેરમાં ખળભળાટ મચી ગયો હતો. મુંબઈની 50થી વધુ હોસ્પિટલોને બોમ્બની ધમકી મળી હતી. મુંબઈની જસલોક હોસ્પિટલ, રાહેજા હોસ્પિટલ, સેવન હિલ હોસ્પિટલ, કોહિનૂર હોસ્પિટલ, કેઈએમ હોસ્પિટલ, જેજે હોસ્પિટલ, સેન્ટ જ્યોર્જિયા સહિતની ઘણી હોસ્પિટલોને આ ધમકી મળી હતી.
આ ધમકી હોસ્પિટલોને ઈમેલ દ્વારા આપવામાં આવી છે. જે બાદ પોલીસે સક્રિય થઈને તેની તપાસ શરૂ કરી હતી. મુંબઈની 50 થી વધુ હોસ્પિટલોને ધમકીભર્યો મેલ મળ્યો છે. તેમજ સમયે મુંબઈની હિન્દુજા કોલેજ ઓફ કોમર્સને પણ એક ઈમેલ મળ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર આ ઈમેલ Beeble.com નામની વેબસાઈટ પરથી મોકલવામાં આવ્યા છે. ધમકીના સમાચાર મળતાની સાથે જ પોલીસ અને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ ઘટનાસ્થળે પહોંચી અને તપાસ કરી.
આ ઈમેલ દ્વારા ધમકી આપવાની બાબતે પોલીસે કહ્યું કે, ધમકીભર્યો મેલ મોકલનારી વ્યક્તિ વિશે હજુ સુધી કંઈ જાણવા મળ્યું નથી. મેઈલ કરવાનો હેતુ શું છે અને તેને લગતી અન્ય બાબતોની તપાસ કરવામાં આવી રહી છે. જો કે કંઈપણ શંકાસ્પદ મળ્યું નથી. હાલ પોલીસ આ મામલાની ગંભીરતાથી તપાસ કરી રહી છે. હિન્દુજા કોલેજ ઓફ કોમર્સના પ્રિન્સિપાલનું કહેવું છે કે ઈમેલ દ્વારા ધમકી મળી હતી. આ પછી વીપી પોલીસ સ્ટેશન અને તેના મેનેજમેન્ટને માહિતી આપવામાં આવી હતી.
આ ઘટનાની જાણ થતાજ સ્થાનિક બોમ્બ સ્ક્વોડ ઘટના સ્થળે તાત્કાલિક પહોંચીને તપાસ શરૂ કરી હતી. પરંતુ કંઈપણ શંકાસ્પદ મળ્યું નથી. મુંબઈના વીપી રોડ પોલીસ સ્ટેશન આ મામલે તપાસ કરી રહી છે. બીએમસી હેડક્વાર્ટરને પણ ઈમેલ દ્વારા ધમકી મળી છે. મુંબઈ પોલીસે કહ્યું કે કોઈ અજાણ્યા વ્યક્તિએ બીએમસી હેડક્વાર્ટરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી છે. પોલીસે બીએમસી હેડક્વાર્ટરની તપાસ કરી, પરંતુ અહીં કંઈપણ શંકાસ્પદ મળ્યું ન હતું. આ મામલે પણ તપાસ ચાલી રહી છે, પણ અત્યાર સુધીની તપાસમાં પોલીસને કોઈપણ સ્થળે થી કઈપણ શંકાસ્પદ વસ્તુ મળી આવી નથી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500