Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વ્યારા:મહિલાની છેડતી કરનાર મુસ્લિમ યુવક વિરૂધ્ધ ગુન્હો નોંધાયો

  • July 12, 2018 

તાપીમિત્ર ન્યુઝ,વ્યારા:વ્યારા નગરમાં મહિલાઓની સુરક્ષાને લઈને અનેક સવાલો ઉભા થયા છે,અસામાજિક તત્વોમાં જાણે ખાકી વર્દીનો ખોફ જ રહ્યો ન હોય તેમ દિન દહાડે મહિલાઓની છેડતી કરવામાં આવી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે,કેટલીક મહિલાઓ તો ઈજ્જત જવાની બીકે ફરિયાદ સુધ્ધા કરતા નથી,જેનો ફાયદો કેટલાક લુખ્ખા તત્વો ખુબ સારી રીતે ઉઠાવી રહ્યા છે,વ્યારા નગરમાં બાળકને ટ્યુશન ક્લાસમાં મૂકી ઘરે પરત ફરી રહેલી એક મહિલાની છેડતી કરનાર મુસ્લિમ યુવક વિરૂધ્ધ પોલીસ ચોપડે ગુન્હો રજીસ્ટર થયો છે,જેને લઇ પંથકમાં ચકચાર મચી જવા પામી છે, વ્યારાના અંધારવાડી રોડ પંચવટી સોસાયટી પાસે તા.11મી જુલાઈ નારોજ,પોતાના બાળકને ટ્યુશન ક્લાસમાં મૂકી એકટીવા ગાડી લઈને ઘરે પરત ફરી રહેલી મહિલાનો સફેદ કલરની સ્વીફ્ટ કાર લઈને પીછો કરતો ઇમરાન ઝીંગાવાળા નામના યુવકે મહિલાની એકટીવા ગાડી સામે કાર ઉભી રાખી મહિલા સાથે ફ્રેન્ડશીપ રાખવા હાથ પકડી શારીરિક છેડતી કરી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે,એટલું જ નહી આ બાબતે તારા પતિ અથવા કોઈને કહેશે તો જાનથી મારી નાંખવાની ધમકી પણ પરણિત મહિલાને આપવામાં આવી છે,બનાવ અંગે મહિલાએ છેડતી કરનાર યુવક વિરૂધ્ધ વ્યારા પોલીસ મથકે ફરિયાદ કરતા ઇમરાન ઝીગાવાળા રહે.ગાયત્રી મંદીર પાસે,વ્યારા વિરૂધ્ધ ગુન્હો રજીસ્ટર કરવામાં આવ્યો છે,આગળની વધુ તપાસ વ્યારા પોલીસ સ્ટેશનના psi એસ.જી.રાઠોડ દ્વારા હાથ ધરવામાં આવી છે,   High light-પાંચેક મહિના પહેલા પણ મહિલાનો પીછો કરતો હતો યુવક..

પાંચ એક માસ પહેલા મહિલાનો પુત્ર ભૂલકા ભવન સ્કુલમાં અભ્યાસ કરતો હોય અને સ્કુલના પ્રિન્સીપાલ અનીતાબેનના ઘરે ટ્યુશન જતો હોય,જેથી સ્કુલમા તેમજ ટ્યુશન ક્લાસમાં લેવા મુકવા માટે મહિલા જતી હોય,તે સમયે પણ પીછો કરતો અને બદદાનત થી મહિલાને જોતો હતો,જેથી સ્કુલના પ્રિન્સીપાલ અનીતાબેનના ધ્યાન ઉપર આવતા મહિલા અને તેના પતિ તેમજ બહેનપણીને બોલાવી ઇમરાન ઝીંગાવાળાને બીજીવાર આંટા ફેર ન મારવા ચેતાવણી આપવામાં આવી હતી.
   


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application