તાપીમિત્ર ન્યુઝ વ્યારા:ભારે વરસાદને કારણે વ્યારા-ઉનાઈ માર્ગ પર માલોઠા ગામ પાસેથી પસાર થતી ઝાંખરી નદી ઉપર બનાવવામાં આવેલો પુલનો એક ભાગ (એપ્રોચ) ધારાસઈ થતા વાહન વ્યવહાર બંદ કરી દેવામાં આવ્યો છે,નેશનલ હાઇવે ઓથોરીટીના અધિકારીઓ,પોલીસ તંત્ર સહિત ઉચ્ચ અધિકારીઓનો એક કાફલો ઘટના સ્થળની મુલાકતે દોડી આવ્યા હતા,પુલનો તૂટેલા (એપ્રોચ)ને રીપેર કરવાની કામગીરી યુધ્ધ ના ધોરણે શરુ કરી દેવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે.ગ્રામ્ય વિસ્તરો માંથી વહેતી નદીઓ પણ બંને કાંઠે વહેતી થઇ છે,ઠેકઠેકાણે નદીઓના પાણી જોવા માટે સ્થાનિક લોકોની ભીડ જામી હતી,ફોનમાં વહેતી નદીઓના ફોટા વિડીયોગ્રાફી કરી સોસીયલ મીડિયા મારફત ફરતા કર્યા હતા,જીલ્લાના અવિરત અનરાધાર વરસેલા વરસાદથી અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા છે.ચિબરડી,વડપાડા,માલોઠા તેમજ રાનીઅંબા,ઢોંગીઆંબા,લખાલી,ઝાંખરી અને મીરપુર,ઘાટા,મુસા ગામ સહિતના અનેક ગામો સંપર્ક વિહોણા થયા હતા.આ ગામના લોકોએ તાલુકા મથકે જવું હોય તો મોટો ચકરાવો મારીને જવુ પડે એવી પરિસ્થિતિ ઉભી થઇ હતી.સાથે વિદ્યાર્થીઓને પણ ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો.
મળતી માહિતી મુજબ જિલ્લા ભરમાં સતત વરસી રહેલા વરસાદને કારણે ઠેકઠેકાણે પાણી ભરાય જવાની સાથે અનેક માર્ગો ઉપર વરસાદી પાણી ફરી વળ્યા છે.જેના કારણે લોકોને અનેક મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે,વ્યારા-ઘાટા માર્ગ પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર ઉપર બ્રેક લાગી ગઈ છે,વ્યારા-મુસા રોડ ઉપર પણ પાણી ફરી વળ્યું છે.જયારે વ્યારા થઇ ઉનાઈ તરફ જતા માર્ગ પર આવતું માલોઠા ગામ પાસે ઝાંખરી નદી ઉપર બનાવવામાં આવેલ પુલનો એક ભાગ (એપ્રોચ) ભારે વરસાદને કારણે ધારાસઈ થઇ જતા વાહન વ્યવહાર બંદ કરી દેવામાં આવ્યો છે,પોલીસ તંત્ર,જિલ્લા વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓનો એક કાફલો ઘટના સ્થળ પર પહોંચી ગયા હતા.નેશનલ ઓથોરીટીના અધિકારીઓ પણ સ્થળ ઉપર હાજર રહ્યા હતા,સર્વેની કામગીરી હાથ ધરી પુલના તૂટી પડેલા ભાગને રીપેર કરવાની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે,પુલના બંને તરફથી અવર જવર કરતા વાહન વ્યવહાર બંદ કરી દેવામાં આવ્યો છે,અને ટ્રાફિકને ડાયવર્ટ કરી દેવામાં આવ્યો છે,વ્યારા થી ઉનાઈ તરફ અવર જવર કરતા વાહનોને બેડચિત થઈને બુહારી માર્ગ ઉપર વાહનો હંકારવા પડશે,તેજ રીતે ભારેવાહનોએ બુહારી-વાલોડ થઇ વ્યારા માર્ગ પર વાહનો હંકારવા પડશે,
update...તાપી જિલ્લામાં આજરોજ સવારે 6 :00 થી 2:00 વાગ્યા સુધી પડેલા વરસાદના આંકડા પર એક નજર..
વ્યારા-52 m.m
વાલોડ-50 m.m
સોનગઢ-46 m.m
ઉચ્છલ-28 m.m
નિઝર-00 m.m
કુકરમુંડા-04 m.m
ડોલવણ-94 m.m
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500