Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

બારડોલીમાં ધોધમાર વરસાદ:એક યુવકનું પૂરમાં તણાઈ જવાથી મોત

  • July 11, 2018 

તાપીમિત્ર ન્યુઝ,બારડોલી:દક્ષિણ ગુજરાતમાં પાંચ દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ વરસાદ સુરત જિલ્લાના બારડોલીમાં છેલ્લા ૧૪ કલાકમાં ૧૦.૫ ઈંચ વરસાદ નોંધાયો છે.જેથી નદીઓના લેવલ ઉંચા આવી ગયા છે.અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે.ઠેકઠેકાણે વાહનો પણ પાણીમાં ફસાય ગયા હતા,જેને લોકોની મદદથી બાહર કાઢવામાં આવ્યા હતા. બારડોલી નગરમાં પણ વરસાદના કારણે સોસાયટીના રસ્તાઓ પાણીથી તરબોર થઈ ગયા હતાં.જ્યારે બારડોલીના હિદાયત નગરથી પસાર થતી કોયલી ખાડીમાં પૂરની સ્થિતિ ઉભી થઇ છે.જેની સીધી અસર ખાડીને અડીને આવેલી ઇસ્લામપુરાના રહેણાંક વિસ્તારોમાં જોવા મળી હતી.અહીંના વિસ્તારમાં આવેલ એક મકાનમાં પાણીનો ભરાવો થતા બે યુવકો ખાડીમાં પડી જતા એક યુવાનનું ડૂબી જવાથી મોત નીપજ્યુ હતું. સ્થાનિકોએ યુવાનને બહાર કાઢી બારડોલી સરદાર હોસ્પિટલ લઇ ગયા હતા.જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application