Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

મહુવા તાલુકામાં ૪૮૮૪૯ ગાય જયારે માંડવી તાલુકામાં ૪૩૧૫૬ ભેંસો ગણતરીમાં મોખરે

  • November 10, 2021 

રાજય સરકાર દ્વારા દર પાંચ વર્ષે કરાતી પશુધનની ગણતરી અંતર્ગત ૨૦મી પશુધનની ગણતરી તાજેતરમાં પૂર્ણ થઈ છે. ગ્રામ્ય વિસ્તારના ખેડુતો ખેતીની સાથે ગાય, ભેંસ જેવા પશુઓ પાળીને પુરક આવક મેળવતા હોય છે. રાજય સરકાર દ્વારા લોકોનું જીવનધોરણ ઉચુ આવે તે માટેની અનેકવિધ યોજનાઓ દ્વારા તેમને સહાય આપવામાં આવે છે. જેમ કે, માનવ સંચાલિત ચાફકટર, ખાણદાણ સહાય, દુધાળા પશુઓના ફાર્મ સ્થાપના માટેની સહાય, ઓટોમેટીક મિલ્ક કનેકશન મશીનની સહાય તથા આદિવાસી ખેડુતોને ગાય આપીને તેમનું જીવન ધોરણ ઉચુ આવે તેવા સનિષ્ઠ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આમ સુરત જિલ્લામાં પશુઓના કારણે દુધનું ઉત્પાદનમાં પણ ખાસો વધારો થયો છે.

 

 

 

 

 

 

જિલ્લાના તાલુકાઓમાં જોઇએ તો પશુઓની વાત કરીએ તો બારડોલી તાલુકામાં ૧૦૨૧ બળદ અને ૧૬૮૧૯ ગાય, ૧૪૯૪૭ ભેંસ, ૭૮૬ પાડાઓ, ૪૫૩૫ બકરીઓ અને ૧૦૪૮ બકરાઓ તથા ૭૨૦ ધેટાઓ મળી કુલ ૩૯૫૧૧ પશુઓ, જયારે બારડોલી નગરપાલિકામાં ૧૦૭૭ ગાય અને ૧૨૩ બળદ, ૧૦૩૩ ભેંસ, ૧૧૮ પાડાઓ, ૫૧૭ બકરીઓ, ૩ બકરાઓ મળી કુલ ૨૮૭૧ પશુઓ છે આમ નગરપાલિકા અને તાલુકામાં મળી કુલ ૪૨૩૮૨ પશુઓની ગણતરી કરવામાં આવી છે. માંડવી તાલુકામાં ૩૨૯૫ બળદ, ૪૦૫૧૪ ગાય, ૪૧૨૪૧ ભેંસ અને ૧૦૧૦ પાડાઓ જયારે ૧૬૬૪ બકરીઓ, ૪૩૪ બકરાઓ, ૧૫૫ ઘેટા અને ૨૯૬ ઘેટા ઉપરાંત માંડવી નગરપાલિકામાં ૧૩૨૧ ગાય, ૭૩ બળદ, ૧૯૧૫ ભેંસ અને ૩૧ પાડાઓ, ૫૯ બકરીઓ આમ તાલુકા અને નગરપાલિકામાં કુલ ૯૨૦૦૮ પશુઓ નોંધાયેલા છે. જયારે ચોર્યાસી તાલુકામાં કુલ ૨૭૯ બળદ અને ૫૧૭૬ ગાય છે. જયારે ૧૨૬૯૮ ભેંસ અને ૪૧૬ પાડાઓ, ૨૩૪ ઘેટા(M) અને ૪૮૬ ઘેટા(F), બકરાઓ ૧૪૨૬ અને ૩૪૪૧ બકરીઓ મળી કુલ ૨૪૧૫૬ પશુઓની નોંધણી કરવામાં આવી છે. કામરેજ તાલુકામાં કુલ ૬૧૪૭ બળદ અને ૨૪૯૭૧ ગાય, ૩૩૧૭૧ ભેંસ અને ૩૨૧૫ પાડાઓ, ૩૨૯૫ બકરીઓ, ૫૩૯ બકરાઓ, જયારે ૪૨ ઘેટા અને ૨૬૭ ઘેટા મળી કામરેજ તાલુકામાં કુલ ૭૧,૬૪૭ જેટલા પશુઓ નોધાયા છે.

 

 

 

 

 

 

મહુવા તાલુકામાં કુલ ૧૭૮૯ બળદ, ૪૮૮૪૯ ગાય, ૨૨૫૭૧ ભેંસ અને ૭૫૮ પાડાઓ છે. જયારે ૩૫૩૪ બકરી, ૧૦૮૮ બકરાઓ, ઘેટા ૦૨ અને ૦૬ ઘેટાઓ મળી કુલ ૭૮૫૯૭ પશુઓ નોંધાયા છે. માંગરોળ તાલુકામાં ૫૨૩૦ બળદ, ૨૮૯૨૭ ગાય, ૩૬૩૧૩ ભેંસ અને ૧૨૦૧ પાડાઓ છે. જયારે ૭૭૭૨ બકરીઓ અને ૨૪૯૭ બકરાઓ તથા ૬૯ ધેટાઓ મળી કુલ ૮૨૦૦૯ જેટલા પશુઓ નોંધાયેલા છે. ઓલપાડ તાલુકામાં કુલ ૧૫૭૪ બળદ, ૧૩૨૦૪ ગાય, ૨૦૮૬૨ ભેંસ અને ૭૯૨ પાડાઓ છે. તેમજ ૭૧૨૩ બકરીઓ, ૧૭૮૦ બકરાઓ, ૧૭૫ ઘેટા અને  ૬૧૧ ઘેટા મળી કુલ ૪૬૧૨૧ પશુઓ નોંધાયા છે. પલસાણા તાલુકામાં ૩૨૯ બળદ, ૧૨૯૯૦ ગાય, ૧૨૬૫૨ ભેંસ અને ૩૭૭ પાડાઓ છે. જયારે ૨૬૪૯ બકરીઓ, ૭૪૩ બકરાઓ, ૧૩૦૯ ઘેટઓ મળી કુલ ૩૧૦૪૯ પશુઓ છે. ઉમરપાડા તાલુકામાં ૯૪૫૩ બળદ, ૩૭૭૨૭ ગાય, ૨૨૦૧૧ ભેંસ અને ૨૫૭ પાડાઓ છે. જયારે ૩૪૮ બકરાઓ, ૩૬૦૮ બકરીઓ મળી તાલુકામાં કુલ ૭૩૪૧૬ જેટલા પશુઓ નોંધાયા છે. આમ, જિલ્લાના તાલુકાઓમાં કુલ ૨૯,૩૧૩ બળદ, ૨,૩૧,૫૭૫ ગાય, ૨,૧૯,૪૧૪ ભેંસ, ૮૯૬૧ પાડાઓ, ૩૬૬૪ ધેટાઓ, બકરા ૧૦૪૩૨ અને ૪૮૧૦૩ બકરીઓ મળીને પશુઓની સંખ્યા ૫,૪૧,૦૩૦ થઈ છે. સુરત મહાનગરપાલિકાના શહેરી વિસ્તારમાં  જોઈએ તો ૯૮૮૦ ગાય,  બળદ ૧૦૯૫, ભેંસ ૨૧૬૪૦, પાડા ૧૦૩૩, ઘેટા ૭૧, ઘેટા ૨૧૭, બકરા ૫૩૨૩ અને બકરીઓ ૫૨૦૮ મળીને કુલ ૪૩૯૧૫ જેટલા પશુઓ નોંધાયા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application