તાપીમિત્ર ન્યુઝ,સોનગઢ:સોનગઢના ઉકાઈ ખાતે CISF નાં ૫૦ માં વર્ષની ઉજવણીનાં ભાગ રૂપે ગોલ્ડન જ્યુબલી સેલીબ્રેશન તા.૧૧મી જુલાઈ ૨૦૧૮ નારોજ ઉકાઇ ખાતે આવેલ CISF યુનીટનાં ડે.કમાન્ડંટ એલ.એન.ચૌધરી દ્વારા વન-મહોત્સવ કાર્યક્રમ અંતર્ગત CISF કેમ્પસમાં ૫૦ ફળાઉ વૃક્ષો રોપી ઉદ્યાનને "સ્વર્ણ જ્યંતી ઉદ્યાન"નામકરણ સાથે વૃક્ષારોપણનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
સોનગઢના ઉકાઈ ખાતે યોજાયેલા આ કાર્યક્રમ અંતર્ગત મુખ્ય અતિથી મહેમાન તરીકે તાપી-એસપી એન.એન.ચૌધરી તથા અતિથી વિશેષ તરીકે તાપી-ડીવાયએસપી મુકેશ એન.પટેલ તેમજ SOG પી.આઇ. અંકિત સોમૈયા તથા તેમની ટીમ સહિત ઉકાઇ પોલીસ સ્ટેશનના PSI વી.આર.ભરવાડ તથા લોકલ પોલીસ કર્મચારી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.તાપી જિલ્લાના પોલીસ વડા એન.એન.ચૌધરી નું ગાર્ડ ઓફ ઓનરથી સન્માન કરવામાં આવ્યું હતું ત્યાર બાદ ૫૦ ફળાઉ વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવેલ હતું,પોલીસ અને આર્મ્ડ ફોર્સનાં સહિયારા પ્રયાસ દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ સંપન્ન કરવામાં આવેલ હતો,પોલીસ અને CISF વચ્ચે ઇન્ટરેક્શન વધે તે હેતુથી એક મીટીંગનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમ દરમ્યાન વૃક્ષોનું રોપણ અને સંવર્ધન માટે તાપી જિલ્લાના પોલીસ વડા તેમજ ડીવાયએસપી તથા ડે.કમાન્ડંટએ સૌને પ્રોત્સાહિત કર્યા હતા.
high light-તાપી જીલ્લાના પોલીસ વડા એન.એન.ચૌધરી નું ગાર્ડ ઓફ ઓનરથી સન્માન કરવામાં આવ્યું..
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application