શૈલેષ પ્રજાપતિ દ્વારા,તાપીમિત્ર ન્યુઝ,માંડવી:માંડવી નગરપાલિકા દ્વારા ધણા વોર્ડમાં લાખો રૂપિયાના ખર્ચ આરસીસી રસ્તાઓ નુ કામ જે તે કોન્ટ્રાક્ટર પાસે કરાવવામાં આવી રહ્યું છે.પરંતુ હાલમાં વરસી રહેલા વરસાદને કારણે ઠેકઠેકાણે વરસાદી પાણી ભરાયા હોવાનું સામે આવી છે,પાલિકાના કેટલાક વોર્ડમાં રસ્તા ના કામો અધુરા છોડવાને કારણે વરસાદી પાણીના તળાવો ભરાય ગયા છે.
બે દિવસ થી સતત વરસી રહેલા વરસાદને કારણે પાલિકાના વિકાસ ના કામો ની પોલ ખૂલી પડી છે.ટાઉન માં લોકો ને કોઈ પણ જાતની તકલીફ ના પડે એ માટે જાહેર રસ્તા પર આરસીસી રોડ તેમજ પેવરબ્લોક બેસાડવા કામો નું શુભારંભ કરવા માં આવતા લોકો માં ખુશીની લહેર ફેલાઈ ગઈ હતી પરંતુ પાલિકા અને કોન્ટ્રાક્ટર ની ઢીલી નીતિના કારણે ધણી જગ્યાએ રસ્તા ના કામો અધુરા છોડવા માં આવતા વરસાદી પાણી ભરાય જવાની સાથે લોકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો સહેવાનો વારો આવ્યો છે.મેઘરાજા ના આગમન થતા અધુરા છોડવા માં આવેલ રસ્તા પાણી ના તળાવ માં ફેરવાયા છે.પાલિકાતંત્ર યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તે જરૂરી બન્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application