Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વધુ 8 કેસ સાથે તાપી જિલ્લામાં કોરોના પોઝીટીવના 43 કેસ એક્ટિવ,મૃત્યુ આંક 53

  • April 06, 2021 

તાપી જિલ્લામાં સોમવારે વધુ 8 લોકો કોરોનાની ચપેટમાં આવ્યા છે. તેમ છતાં  કેટલાક લોકો માસ્ક અને સોશિયલ ડીસ્ટન્સ વિના બિન્દાસ્ત હરવા ફરવા લાગ્યા છે. તે એક ચિંતાનો વિષય બન્યો છે.

 

 

 

 

 

જિલ્લા આરોગ્ય વિભાગ પાસેથી મળતી માહિતી મુજબ તા.પાંચમી એપ્રિલ નારોજ વાલોડમાં પેલાડબુહારીના મોરા ફળીયામાં 31 વર્ષીય મહિલા, વ્યારાના કાનપુરામાં 53 વર્ષીય પુરુષ, વ્યારાના ગાયત્રી નગરમાં 81 વર્ષીય પુરુષ, સોનગઢના સાંઢકુવામાં 60 વર્ષીય મહિલા, ઉચ્છલના ઝરણપાડામાં 21 વર્ષીય મહિલા, ઉચ્છલના કરોડાગામના પારસી ફળીયામાં 26 વર્ષીય મહિલા, કુકરમુંડાના ડાબરીઆંબામાં 35 વર્ષીય પુરુષ અને ડોલવણમાં હરીપુરાના પીથુલપાડા ફળીયામાં 47 વર્ષીય પુરુષ સહિત જિલ્લામાં કુલ 8 દર્દીઓ કોરોના ટેસ્ટ પોઝીટીવ આવ્યો છે.

 

 

 

 

 

જિલ્લામાં કોરોના પોઝીટીવ દર્દીઓના કુલ 1037 કેસો નોંધાયા છે, વધુ 3 દર્દીઓ સાજા થતા રજા આપવામાં આવી છે. અત્યાર સુધી કુલ 941 દર્દીઓ કોરોનાની સારવાર લઈ સાજા થયા છે. કોરોનાથી કુલ 8 દર્દીઓના મોત જયારે કોરોનાની સારવાર દરમિયાન અન્ય બીમારીથી 45 દર્દીઓ સહિત જિલ્લામાં કુલ 53 દર્દીઓના મોત નીપજ્યા છે. હાલ 43 દર્દીઓ કોરોનાની સારવાર લઈ રહ્યા છે. જીલ્લામાંથી કોરોના ટેસ્ટ માટે 707 સેમ્પલ લેવામાં આવ્યા હોવાનું આરોગ્ય વિભાગે જણાવ્યું છે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application