Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ડાંગ:આવાસ કૌભાડમાં કલેકટર બી.કે.કુમાર સહિત ACS હોમ પણ સામેલ:ભ્રષ્ટાચાર ના આરોપમાં પકડાયેલી NGO સંચાલિકાનો આક્ષેપ

  • June 28, 2018 

ડાંગ:ડાંગ જીલ્લા સહિતના એરિયામાં વડાપ્રધાન આવાસ યોજનામાં ગોબાચારીની ફરિયાદ હતી.જેના પગલે આ વિસ્તારમાં એનજીઓના ભ્રષ્ટાચાર મુદ્દે પોલીસે તપાસ હાથ ધરી.એવું લાગે છે કે સરકારી યોજનાઓમાં કરોડોનું કૌભાંડ બહાર આવે તેવી શક્યતા છે.આ દરમિયાન પોલીસે તપાસમાં સહકાર ન આપતી એક એનજીઓ સંચાલિકાની ધરપકડ પણ કરી છે.પોલીસે તેના ઘરેથી મહત્વના દસ્તાવેજો પણ મેળવ્યાં છે. વડાપ્રધાન આવાસ યોજનામાં જોડાયેલી NGO પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવામાં આવ્યો છે,એવું કહેવાય છે કે NGO પાસે આવાસ યોજનાનું કામ હતું.આ મામલે પોલીસે NGOની એક મહિલા ભાવેશ્રી દાવડા ની ધરપકડ કરી.ધરપકડ થતા જ ડાંગના કલેક્ટર પણ ભ્રષ્ટાચારમાં સંડોવાયા હોવાનો આક્ષેપ ભાવેશ્રી દાવડા એ કર્યો છે.રાજ્યના ACS હોમ ઉપર પણ ચોંકાવનારા આરોપ લગાવામાં આવ્યા છે.તેમજ ભરત ગાંગડે પણ સામેલ હોવાનું જણાવ્યું હતું. આ બાજુ જેમના પર તેમણે આક્ષેપ કર્યાં છે તે ડાંગના કલેક્ટર બી.કે.કુમારે કહ્યું કે,યોજનાની કોઈ ગ્રાન્ટ તેમને ફાળવવામાં આવી નથી.ભ્રષ્ટાચાર કે કૌભાંડ થવાનો કોઈ પ્રશ્ન નથી.મહિલાએ તેમના પર કરેલા આક્ષેપ અંગે પૂછવામાં આવતા તેમણે કહ્યું કે કોઈ ગ્રાન્ટ જ નથી ફાળવી,આવાસ યોજનામાં લાભાર્થીઓના ખાતામાં સીધી રકમ જમા થાય છે,અહીંથી કોઈ ગ્રાંટ આપવામાં આવી નથી,અત્રે જણાવવાનું કે મહિલા જે એનજીઓમાં કામ કરતી હતી તેની પાસે વડાપ્રધાન આવાસ યોજનાનું કામ હતું.યોજનામાં જોડાયેલી આ એનજીઓ પર પોલીસ તપાસની ગાજ પડી છે.આ એનજીઓ પર ભ્રષ્ટાચારનો આરોપ છે.મુખ્ય સંચાલક અંકિત મહેતાની અટકાયત કરવાના પણ ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.નવસારીના તીઘરા નજીક ક્રિસ્ટલ લક્ઝરીયામાં તપાસ હાથ ધરી હતી.નવસારી પોલીસને સાથે રાખીને એનજીઓ સંચાલક અંકિત મહેતાના ઘરે તપાસ હાથ ધરી.ડાંગ જિલ્લામાં વડાપ્રધાન આવાસ યોજનામાં ગોબાચારીની ફરિયાદ હતી. high light-એનજીઓમાં કામ કરતી અને હાલ ધરપકડ કરાયેલી ભાવેશ્રી દાવડાએ આક્ષેપ કરતા કહ્યું કે'ACS હોમ પણ ભ્રષ્ટાચારમાં સામેલ છે અને મારી પાસે કૌભાંડના પુરાવા છે.અમે પૈસા આપવાનું બંધ કરતા અમને ફસાવામાં આવ્યા છે.ભાવેશ્રી દાવડાએ કહ્યું કે'મને ખોટી રીતે ફસાવામાં આવી છે.મને જબરદસ્તી લાવ્યા છે.  

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application