Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

પ્રધાનમંત્રીએ સરદાર વલ્લભભાઈ પટેલ ઝૂઓલોજીકલ પાર્કનું ઉદ્ઘાટન કર્યું

  • October 31, 2020 

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે કેવડિયામાં સરદાર પટેલ ઝૂઓલોજીકલ પાર્ક અને જીયોડેસિક એવિઅરી ડોમ (ચીડિયાઘર)નું ઉદ્ગાટન કર્યું હતું. તેમણે કેવડિયાના સંકલિત વિકાસના ભાગરૂપે દેશને વિવિધ 17 પ્રોજેક્ટ અર્પણ કર્યા હતા તેમજ 4 નવા પરિયોજનાઓનો શિલાન્યાસ કર્યો હતો. આ પ્રોજેક્ટમાં નેવિગેશન ચેનલ, ન્યૂ ગોરા બ્રિજ, ગરુડેશ્વર વિયર, સરકારી વસાહતો, બસ ટર્મિનસ, એકતા નર્સરી, ખલ્વાની ઇકો ટૂરિઝમ, ટ્રાઇબલ હોમ સ્ટે સામેલ છે. તેમણે સ્ટેચ્યૂ ઓફ યુનિટ લઈ જતી એકતા ક્રૂઝ સર્વિસને પણ લીલી ઝંડી આપી હતી.

 

 

જંગલ સફારી અને જિયોડેસિક એવિઅરી ડોમ

 

 

આ પ્રસંગે પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “જે લોકો પક્ષીઓનું દર્શન કરવામાં રસ ધરાવે છે, તેમના માટે ભારતમાં ઊંચા આકાશમાં ઉડતા વિવિધ પક્ષીઓને જોવા એક લહાવો બની જશે. કેવડિયા આવો અને આ એવિયરીની મુલાકાત લો, જે જંગલ સફારી કોમ્પલેક્ષ એક ભાગ છે. અહીં તમને નવી નવી જાણકારી અને શ્રેષ્ઠ અનુભવ મળશે.”

 

 

જંગલ સફારી અત્યાધુનિક ઝૂઓલોજીકલ પાર્ક 29થી 180 મીટર સુધીની રેન્જમાં સાત વિવિધ સ્તરમાં 375 એકર ક્ષેત્રફળમાં પથરાયેલ છે. એમાં 1100થી વધારે જુદાં જુદાં પક્ષીઓ અને પ્રાણીઓ તેમજ 5 લાખથી વધારે છોડવા છે. આ અત્યાર સુધીનું સૌથી ઝડપી નિર્માણ પામેલું જંગલ સફારી છે. ઝૂઓલોજીકલ પાર્ક બે ચીડિયાઘર કે પક્ષી સંગ્રહાલય  ધરાવે છે – એક સ્થાનિક પક્ષીઓ માટે અને બીજો વિદેશી પક્ષીઓ માટે. ચીડિયાઘર સાથે એક પેટિંગ ઝોન (પાળતુ પક્ષીઓ અને પ્રાણીઓ માટેનો વિભાગ) હશે, જેમાં પોપટ, કાકાકૌઆ, સસલાં, ગિની વગેરે જેવા પક્ષીઓ અને પ્રાણીઓનો વિશિષ્ટ સ્પર્શની અનન્ય અનુભૂતિ અને આનંદ પ્રદાન કરશે.

 


એકતા ક્રૂઝ સર્વિસ

 

 

એકતા ક્રૂઝ સર્વિસમાં કોઈ પણ વ્યક્તિ શ્રેષ્ઠ ભારત ભવનથી સ્ટેચ્યૂ ઓફ યુનિટી વચ્ચેના 6 કિલોમીટરના અંતર સુધી ફેરી બોટ સર્વિસ દ્વારા સ્ટેચ્યૂ ઓફ યુનિટીનો નજારો જોઈ શકે છે. 40 મિનિટની આ સવારી બોટમાં થઈ શકે છે, જેમાં એકસાથે 200 પેસેન્જર પ્રવાસ કરી શકે છે. ન્યૂ ગોરા બ્રિજ ફેરી સર્વિસની કામગીરી માટે ખાસ બનાવવામાં આવ્યો છે. બોટિંગ ચેનલનું નિર્માણ સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાત લેનાર પ્રવાસીઓને બોટિંગની સેવા પ્રદાન કરવા થયું છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application