તાપી જિલ્લામાં બુધવારે વધુ 5 લોકો કોરોનાની ચપેટમાં આવ્યા છે. જેને લઈ આરોગ્ય વિભાગ દોડતું થઈ ગયું છે.
જિલ્લા આરોગ્ય વિભાગ પાસેથી મળતી માહિતી મુજબ, તા.7મી એપ્રિલના રોજ (1) વ્યારાના દાદરી ફળિયામાં 54 વર્ષીય પુરુષ, (2) વ્યારાની સાંઈ રેસીડેન્સીમાં 39 વર્ષીય પુરુષ, (3) વ્યારાની ગુરૂકૃપા સોસાયટીમાં 60 વર્ષીય પુરુષ, (4) વ્યારાના સીંગી ફળિયામાં 29 વર્ષીય મહિલા તેમજ, (5) નિઝરમાં 60 વર્ષીય પુરૂષ સહિત જિલ્લામાં આજરોજ કુલ 5 દર્દીઓ કોરોના ટેસ્ટ પોઝીટીવ આવ્યો છે.
જિલ્લામાં કોરોના પોઝીટીવ દર્દીઓના કુલ 1048 કેસો નોંધાયા છે, વધુ 3 દર્દીઓ સાજા થતા રજા આપવામાં આવી છે. અત્યાર સુધી કુલ 950 દર્દીઓ કોરોનાની સારવાર લઈ સાજા થયા છે. કોરોનાથી કુલ 8 દર્દીઓના મોત જયારે કોરોનાની સારવાર દરમિયાન અન્ય બીમારીથી 45 દર્દીઓ સહિત જિલ્લામાં કુલ 53 દર્દીઓના મોત નીપજ્યા છે. હાલ 45 દર્દીઓ કોરોનાની સારવાર લઈ રહ્યા છે. જિલ્લામાંથી કોરોના ટેસ્ટ માટે 1441 સેમ્પલ લેવામાં આવ્યા હોવાની જાણકારી આરોગ્ય વિભાગે આપી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500