Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

દીપડાં ને રેસ્ક્યુ કરવામાં આવ્યો 

  • October 30, 2020 

તિલકવાડાં તાલુકાના નાના વોરા ગામ નજીક સિમમાં એક આઠ વર્ષ નો દીપડો બીમાર હાલતમાં જણાય આવતા ખેતર માલિક દ્વારા તિલકવાડાં વન વિભાગને જાણ કરવામાં આવી હોય વન વિભાગે તિલકવાડાં આર.એફ.ઓ વિક્રમસિંહ ગભણીયા, ફોરેસ્ટર યુ.વી.તડવી, બીટ ગાર્ડ હરપાલસિંહ તથા અન્ય ટિમ તત્કાલ નાના વોરા સિમ માં પોહચી હતી.

 

 

ત્યા દીપડો બીમાર હાલતમાં જણાય આવતા દીપડાને રેસ્ક્યુ કરીને સ્થળ પર પ્રાથમિક સારવાર કર્યા બાદ વધુ સારવાર માટે તિલકવાડાં પશુ દવાખાને ખસેડવા માં આવ્યા બાદ તિલકવાડાં પશુ દવાખાનામાં સારવાર બાદ દીપડાને નજીક ધોબીકુવા રેસ્ક્યુ સેન્ટર ખાતે મોકલી આપવામાં આવ્યો છે.(ભરત શાહ દ્વારા રાજપીપળા)


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application