તાપીમિત્ર ન્યુઝ,સોનગઢ:સોનગઢના ટોકરવા ગામની સીમમાં દાદર પાસે એક છકડો રીક્ષા પલટી ખાતા રીક્ષામાં સવાર મુસાફરો પૈકી 50 વર્ષીય આધેડને શરીરે ગંભીર ઈજાઓ પહોચવાને કારણે મોત નીપજ્યું હોવાની ફરિયાદ સોનગઢ પોલીસ મથકે નોધાઇ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર:તા.18મી જુન નારોજ,સોનગઢ તાલુકાના ટોકરવા ગામની સીમમાં દાદરા પાસે ઘાટ ફળીયા અને કોલોની ફળીયા વચ્ચે રોડ ઉપર એક છકડો રીક્ષા નંબર GJ-26-T-5205નાં માલિક/ડ્રાઈવર રેવલાભાઈ મંજીભાઈ ગામીત રહે.ટોકરવાગામ ઘાટફળીયું તા.સોનગઢ નાઓએ પોતાની કબ્જાની છકડો રિક્ષાને ગફલતભરી રીતે અને બેદરકારી પુર્વક હંકારી પલ્ટી મરાવતા રીક્ષા પાછળ બેસેલ મુસાફરો પૈકી ઉખલીયાભાઈ બાબુભાઈ ગામીત (ઉ.વ.50)નાઓને ગુપ્ત ભાગેની કોથળીનાં જમણાં ભાગે તેમજ ડાબી તરફ પીઠની ઉપરનાં ભાગે ખભા તરફ તેમજ કમરનાં વચ્ચેનાં ભાગે ઘસરકાની ગંભીર ઈજા પહોંચાતા મોત નીપજ્યું હતું.બનાવ અંગે ફરાર રીક્ષા ચાલક વિરુધ્ધ મુકુંદભાઈ ઉખલીયાભાઈ બાબુભાઈ ગામીતે સોનગઢ પોલીસ મથકે ફરિયાદ કરી છે.જેમની ફરિયાદને આધારે ગુન્હો રજીસ્ટર કરી આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.અહી આપને જણાવી દઈએ છીએ કે ઓટો રીક્ષા છકડામાં ત્રણ અને પાંચ મુસાફરોથી વધુ મુસાફરો બેસાડનાર રીક્ષા ચાલક વિરુધ્ધ ટ્રાફિક પોલીસ દ્વારા સખત કાર્યવાહી કરવાની હોય છે તેમ છતાં સમગ્ર બાબતે આંખ આડા કાન કરતા હોય છે જેનો ભોગ આમ જનતાએ બનવું પડતું હોય છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application