તાપીમિત્ર ન્યુઝ,સોનગઢ:સોનગઢ તાલુકા પંચાયતના પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી કરવા માટે આવતીકાલે સવારે 11 વાગ્યે સામાન્ય સભા મળનારી છે પરંતુ આજે ફોર્મ ભરવાના દિવસે 4:૦૦ વાગ્યા સુધીમાં બન્ને પદ માટે માત્ર એક-એક ફોર્મ આવતા બન્ને ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે.
સોનગઢ તાલુકા પંચાયતની કુલ 24 બેઠકો માંથી કોંગ્રેસ પાસે 20 અને ભાજપ પાસે 4 બેઠકો હોવાથી કોંગ્રેસ સત્તામાં છે.પ્રમુખપદ માટે કુંજલતાબેન દાઉદભાઈ ગામીત અને ઉપપ્રમુખપદ માટે ભિલાભાઈ ગામીતના ફોર્મ આવ્યા છે.આજરોજ 4:00 વાગ્યા સુધી ફોર્મ સ્વીકારવાનું ચાલુ હતું અને આ બન્ને સિવાય અન્ય કોઈના ફોર્મ ન આવતાં બન્ને ઉમેદવારો બિનહરીફ ચૂંટાયેલા જાહેર થયા છે.કુંજલતાબેન મુળભૂત રીતે કોંગ્રેસના જ છે અને તેને પ્રમુખપદની જવાબદારી સોંપવામાં આવી છે.જ્યારે ભિલાભાઈ ગામીતને ઉપપ્રમુખપદ આપવામાં આવેલ છે.બે પદ માટે બે ફોર્મ આવતાં કાલની સામાન્ય સભા માત્ર ઔપચારિક બની રહેશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application