તાપીમિત્ર ન્યુઝ,ઉચ્છલ:ધર્મશાસ્ત્રોમાં મા-બાપની સેવાનું મોટુ મહત્વ દર્શાવવામાં આવ્યું છે.માતા-પિતાને દેવ સમાન માનવા જોઈએ. જગતમાં બધું મળી શકે છે.પણ મા-બાપ તેમનું વાત્સલ્ય મળી શકતું નથી.માતા-પિતા બાળકનું લાલન-પાલન કરે છે.બાળકનું પોષણ કરે છે.એનામાં સંસ્કારોનું સિંચન કરે છે.એના વિકાસની,એના ભવિષ્યનીએ ચિંતા કરે છે.માતા-પિતા પોતાના બાળકોને ગમે તેવી વિકટ પરિસ્થિતિમાં રહીને પણ લાલન-પાલન કરતા હોય છે,ભણાવે છે,અને સભ્ય સમાજમાં પોતાની એક ઓળખ આપે છે.માતા પિતાનું ઋણ કોઇપણ બાળક ચૂકવી શક્યો હોય એવો કોઈ કિસ્સો આજદિન સુધી સામે આવ્યો નથી,પંરતુ માતા-પિતાને ત્રાસ આપનાર બાળકોના અનેક કિસ્સાઓ જરૂર સામે આવ્યા છે.તેવો જ એક કિસ્સો ઉચ્છલના ખાબદા ગામમાં રહેતા આદિવાસી વૃધ્ધ માતા-પિતાને ત્રાસ આપનાર પુત્રો વિરુધ્ધ પિતાએ ઉચ્છલ પોલીસ મથકે ફરિયાદ કરી હોવાનો કિસ્સો સામે આવ્યો છે.
ઉચ્છલના ખાબદા ગામમાં રહેતા શાંતુભાઈ સુપડીયાભાઈ વસાવા અને તેમના પત્ની રેવલીબેન શાંતુભાઇ વસાવાએ પોતાના સગા પુત્રો વિરુધ્ધ ફરિયાદ કરી હોવાનો કિસ્સો સામે આવ્યો છે.આર્થિક રીતે સદ્ધર એવા બંને પુત્રો પોતાનું સુખી રીતે જીવન ગુજરાન ચલાવતા હોય,બંને દીકરાઓ સાદાઈ થી જીવન જીવતા વૃધ્ધ માતાપિતાને શારીરિક અને માનસિક રીતે ત્રાસ આપી “તમને હવે કાંઈ આપવાનું નથી.તમને કંઈ સમજ પડતી નથી કહી”બંને દીકરાઓ ગાળો આપતા હોવાનું ફરિયાદમાં જણાવામાં આવ્યું છે,એટલુજ નહી,મારવાની ધમકી આપી વહેલામાં વહેલો નિકાલ કરવાનું જણાવી ત્રાસ આપતા હોય,ગત તારીખ 12મી જુન 2018 નારોજ વૃધ્ધ માતા-પિતાના બંને દીકરા(1)કાંતિલાલ શાંતુભાઇ વસાવા (2)સુરેશભાઈ શાંતુભાઇ વસાવા,માતા-પિતાને મારવા ધસી આવેલા અને “તું અહિ થી નીકળી જા રહેતો નહી ધમકી આપતા” માતા રેવલીબેને બંને જણને સમજાવી મોકલી આપ્યા હતા.ત્યારે આજે “તમને છોડી દઈએ છીએ”એવું બોલી હેરાન પરેશાન કરી મુક્યા હતા.
હાલ ત્રણ-ચાર માસથી વૃધ્ધ માતા-પિતા,નાનો દીકરો માર્કેસભાઈના મકાનમાં રહેતા હોય,અને પાલન પોષણ દેખરેખ કરતો હોય તેને પણ ધ્યાને રાખી લાગ આવે તો તેમને પણ છોડીશું નહી કહીને તેમ કહેતા માં-બાપની લાગણી ભૂલી જઈ દુશ્મન વ્યક્તિઓ ની જેમ વર્તન કરતા આવેલ હોય બંને પુત્રો સામે તાત્કાલિક ધરપકડ કરવા વૃધ્ધ માતા-પિતાએ ઉચ્છલ પોલીસ મથકે લેખિતમાં ફરિયાદ કરી છે.પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી છે.(ફાઈલ તસ્વીર)
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500