તાપીમિત્ર ન્યુઝ,વાલોડ:વાલોડના બાજીપૂરા ગામે જમીનમાં ટ્રેકટર લઈ ખેડાણ કરવા ગયેલા જમીન માલિકને ત્રણ જેટલા શખ્સોએ માર માર્યો હોવાની ફરિયાદ પોલીસ ચોંપડે નોંધાઇ છે.
વાલોડ તાલુકાના બાજીપૂરા ગામના કુંભારવાડ માં રહેતા ભરતભાઈ નગીનભાઈ પ્રજાપતિ ના પિતાજી નગીનભાઈ પ્રજાપતિ નાઓ બાજીપૂરા ગામની સીમમાં આવેલ તેમની માલિકીના સર્વે નંબર-૬૩૩(અ) વાળી જમીનમાં તા.૧૪મી જૂન નારોજ, ટ્રેક્ટર લઈ ખેડાણ કરવા ગયેલા તે વખતે (૧)સુરેશભાઈ મૂળજીભાઈ પટેલ(૨)તેજસભાઈ સુરેશભાઈ પટેલ(૩)જીક્ષેશભાઈ સુરેશભાઈ પટેલ ત્રણેય રહે,બાજીપૂરા ઘનશ્યામ નગર, ખેતરમાં આવીને નગીનભાઈ પ્રજાપતિ ને "આ જમીન મારી છે તમે અહીં શુ કામ ખેડો છો ?" તેમ કહી ખેતર ખેડવા માટે આવેલ ટ્રેક્ટર ને બહાર કાઢી મૂકી નગીનભાઈ સાથે બાથમ-બાથ કરી નાલાયક ગાળો આપી ઢીક્કા મુક્કીનો માર મારતા સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.બનાવ અંગે ભરતભાઈ નગીનભાઈ પ્રજાપતિ નાએ ત્રણેય શખ્સો વિરુદ્ધ વાલોડ પોલીસ મથકે ફરિયાદ કરી છે.જેમની ફરિયાદને આધારે ઇપીકો કલમ ૩૨૩,૫૦૪,૧૧૪ મુજબ ગુન્હો રજીસ્ટર કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application