તાપીમિત્ર ન્યુઝ,વ્યારા:સોનગઢ તાલુકાની સીમ માંથી પસાર થતી તાપી નદી માં ગેરકાયદેસર રેતી ખનન ચાલતું હોય,ખાણ ખનીજ વિભાગ અને રેવન્યુ વિભાના અધિકારીઓ પર ભ્રષ્ટાચારના આક્ષેપો અને કરોડો રૂપિયાનું કૌભાડ થતું હોવાની તેમજ બે નંબરમાં લાખો રૂપિયાની રોયલ્ટી ચોરી કરી સરકારને ખુબ જ મોટા પ્રમાણમાં નુકશાન થતું હોવાની એસીબી વિભાગને મળેલ ફરિયાદને આધારે ગુપ્ત રાહે રેતી ખનન સ્થળે સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામાં આવતા રેતી માફિયાઓમાં ફફડાટ પ્રસરી જવા પામ્યો છે,એસીબી વિભાગે કરોડો રૂપિયાનો મુદ્દામાલ સીઝ કરતા કેટલાક ભ્રસ્ટ અધિકારીઓને એસી વાળી ઓફિસમાં પશીનો છૂટી ગયો હતો,બનાવ અંગે ગેરકાયદેસર રેતી ખનન કરતા તમામ પુરાવા એસીબીએ કેમેરામાં રેકોર્ડ કરી લીધા હતા.
સત્તાવાર મળતી માહિતી અનુસાર એસીબી વિભાગને મળેલ ફરિયાદના આધારે સોનગઢના ઘાસીયામેઢા ગામ પાસે તાપી નદી કિનારે ચાલતું રેતી ખનન સ્થળે ૧૩મી જુન નારોજ સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધર્યું હતું,જેમાં વડોદરા અને સુરત સહિત એસીબી વિભાગે ટીમ તૈયાર કરી ગુપ્તરાહે રેતી ખનન સ્થળે ચેકિંગ શરુ કર્યું હતું.ચેકિંગ દરમિયાન એસીબી પણ ચોંકી ગઈ હતી,તાપી નદી કિનારે મોટાપાયે ગેરકાયદેસર રેતી ખનન ચાલતું હતું.તાપી નદી માંથી ગેરકાયદેસર રીતે રેતી ખનન કરવા માટે નાની મોટી હોડીઓ,આશરે ૨૦થી વધુ,મશીનરી,લોખંડ/ફાયબરના પાઈપ,રેતી ચાળવા માટેના મોટા ચારણા,રેતી વહન કરવા માટે ડમ્પરો/ટ્રક આશરે ૭૦ થી ૮૦,જેસીબી મશીન આશરે ૧૮ થી ૨૦ વિગેરે,આશરે ૧૫૦ થી ૨૦૦ જેટલા માણસો ગેરકાયદેસર રેતી ખનન કરતા એસીબી દ્વારા કરવામાં આવેલ વિડીયોગ્રાફી માં કેદ થઇ ગયા હતા.
એસીબી દ્વારા કરવામાં આવેલ કાર્યવાહી જોઈએને કેટલાક માથા ભારે માણસોએ અવરોધ પણ ઉભો કર્યો હોવાનું જાણવા મળ્યું હતું,બનાવના પગલે રેતી ખનન સ્થળે તાપી જીલ્લા પોલીસ ખાતાના ઉચ્ચ અધિકારીઓ સહિતનો કાફલો કાર્યવાહી સ્થળે દોડી ગયા હતા.જેમાં ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ,મહેસુલના અધિકારીઓ પણ ભયના મારે કાર્યવાહી સ્થળે પહોંચ્યા હતા.એસીબી વિભાગના અધિકારીઓ દ્વારા ચેકિંગ દરમિયાન કરવામાં આવેલ તમામ વિડીયોગ્રાફી ઉચ્ચ અધિકારીઓ સુધી પહોચાડવાની તજવીજ હાથ ધરી હતી અને ગેરકાયદેસર રેતી ખનન સ્થળે ઝડપાયેલ આશરે ૧૦ બોટ,૩૧ ટ્રકો/ડમ્પરો,૫ જેસીબી,૨ હિટાચી મશીન,સહિતનો કરોડો રૂપિયાનો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો છે.
High light:tapimitra.com અને તાપી જિલ્લાનું એકમાત્ર નિડર અને નિષ્પક્ષ સત્યને ઉજાગર કરતું તાપીમિત્ર સાપ્તાહિક અખબારના બ્રોડકાસ્ટિંગ ગૃપ માં જોડાવા માટે 7820092500 નંબર પર આપનું અને આપના ગામના નામ સાથે NEWS લખી મોકલો.જેમાં આપને જાણવા મળશે મહત્વના દરેક અપડેટ્સ અને માત્ર અને માત્ર સમાચારો......
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500