Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તાપી:પત્ની આડાસંબંધ ધરાવતી હોવાના વહેમમાં બે બાળકોના પિતાએ આપઘાત કર્યો:પોલીસ તપાસ શરૂ

  • June 14, 2018 

તાપીમિત્ર ન્યુઝ,વ્યારા:વ્યારાના ચાપાવાડી ગામે બે બાળકોના પિતાએ પત્ની બીજા જોડે આડા સંબંધ ધરાવતી હોવાના વહેમમાં ઝાડ સાથે દોરી બાંધી ગળે ફાંસો લગાવી આપઘાત કરી લેતા સમગ્ર પંથકમાં ચકચારી મચી જવા પામી છે,બનાવની જાણ પોલીસને થતા ઘટના સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી હતી. વ્યારા તાલુકાના ચાપાવાડી ગામના ભાથી ફળીયામાં રહેતા વિકેશભાઈ રમેશભાઈ ચૌધરી(ઉ.વ.35)ની પત્ની બીજા જોડે આડાસંબંધ ધરાવતી હોવાના વહેમમાં તા.13મી જુન નારોજ રાત્રે પોતાના ઘરે પત્ની જોડે બોલાચાલી કર્યા બાદ મારઝૂડ કરી હતી,પત્ની જોડે ઝગડો કર્યા બાદ કયાંક નીકળી ગયો હતો,આજરોજ તા,14મી જુને,ભાથી ફળીયામાં આવેલ પોતાના ખેતરમાં મહુડાના ઝાડની ડાળી સાથે દોરી વડે વિકેશભાઈ ચૌધરી ગળે ફાંસો ખાધેલી હાલતમાં નજરે પડતા સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી હતી.બનાવની જાણ થતાં જ ઘટના સ્થળે પહોંચેલી પોલીસે તપાસ શરૂ કરી હતી,દરમિયાન વિકેશભાઈ ચૌધરીના ગજવા માંથી એક મોબાઈલ ફોન અને સુસાઈટ નોટ મળી આવી હતી,જેમાં“જિંદગીથી કંટાળી આત્મહત્યા કરી રહ્યો છું,પત્નીનું અફેર ચાલતું છે,”તેથી હું જીવનનો અંત આણું છું.”લખ્યું હોવાનું જાણવા મળ્યું હતું.બનાવ અંગે કા વિકેશભાઈ ચૌધરી ની પત્ની સાઈનાબેન ગામીતની જાહેરાતના આધારે કાકરાપાર પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.   High light:tapimitra.com અને તાપી જિલ્લાનું એકમાત્ર નિડર અને નિષ્પક્ષ સત્યને ઉજાગર કરતું તાપીમિત્ર સાપ્તાહિક અખબારના બ્રોડકાસ્ટિંગ ગૃપ માં જોડાવા માટે 7820092500 નંબર પર આપનું અને આપના ગામના નામ સાથે NEWS લખી મોકલો.જેમાં આપને જાણવા મળશે મહત્વના દરેક અપડેટ્સ અને માત્ર અને માત્ર સમાચારો......


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application