Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વાલોડમાં ગેરકાયદેસર બાંધકામ કરનારાઓને ગ્રામ પંચાયતની નોટીસ બાદ પણ બાંધકામ ચાલુ !! તંત્ર ડીમોલેશન હાથ તે જરૂરી !!

  • June 14, 2018 

તાપીમિત્ર ન્યુઝ,વાલોડ:વાલોડ ગ્રામ પંચાયત વિસ્તારમાં બેરોકટોક થતા બાંધકામો સામે ગ્રામ પંચાયતે લાલ આંખ કરતા બાંધકામ તાત્કાલીક બંદ કરવા અને કેટલાકને માર્જીનમાં બનાવેલ કમ્પાઉન્ડને દુર કરવા માટે લેખિતમાં નોટીસ ફટકારી હતી તેમ છતાં કેટલાક અધિકારીઓના છુપા આશીર્વાદ હેઠળ બાંધકામો ચાલુ રાખવામાં આવતા તંત્રની કામગીરી સામે પ્રશ્નાર્થ સર્જાયો છે. વાલોડ તાલુકામાં બેરોકટોક અને કોઇપણ સક્ષમ અધિકારીની મંજુરી વિના કરવામાં આવતા બાંધકામો સામે વાલોડ ગ્રામ પંચાયતે તા.૬ઠ્ઠી જુન ૨૦૧૮ નારોજ કેટલાક ગેરકાયદેસર ના બાંધકામોને લેખિતમાં નોટીસ ફટકારી હતી અને માર્જીનમાં બનાવેલ કમ્પાઉન્ડ અને પરવાનગી વગર શરૂ થયેલા બાંધકામો તાત્કાલીક બંદ કરવા માટે નોટીસ ફટકારી હતી.તેમ છતાં વાલોડ પંથકમાં પરવાનગી વિના બેરોકટોક બાંધકામો ચાલુ રહેતા તંત્રની કામગીરી સામે પ્રશ્નાર્થ સર્જાયો છે,ત્યારે પરવાનગી વિના થતા બાંધકામોનું ડીમોલેશન કરવામાં આવે તે જરૂરી બન્યું છે,   High light:tapimitra.com અને તાપી જિલ્લાનું એકમાત્ર નિડર અને નિષ્પક્ષ સત્યને ઉજાગર કરતું તાપીમિત્ર સાપ્તાહિક અખબારના બ્રોડકાસ્ટિંગ ગૃપ માં જોડાવા માટે 7820092500 નંબર પર આપનું અને આપના ગામના નામ સાથે NEWS લખી મોકલો.જેમાં આપને જાણવા મળશે મહત્વના દરેક અપડેટ્સ અને માત્ર અને માત્ર સમાચારો......


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application