વલસાડ જિલ્લાના વાપી જી.આઇ.ડી.સી. યુ.પી.એલ. બ્રીજ, ને.હા.નં.૪૮ ઉપર તા.૨/૯/૨૦૨૦ના રોજ બપોરે ૧-૧૫ વાગ્યાની આસપાસ વાપી થી મુંબઇ જતા ટ્રેક નં.૩ ઉપર અજાણ્યા વ્યક્તિને કોઇ અજાણ્યા વાહનચાલકે અડફટમાં લેતાં તેનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મરણ થયું હતું. મૃતકની ઉંમર આશરે ૪૫ વર્ષ, રંગે ઘઉંવર્ણ, મધ્યમ બાંધો, ઊંચાઇ ૫ ફૂટ, શરીરે વાદળી કલરની પટ્ટાવાળી હાફ બાંયની ટી-શર્ટ તથા કમરે કથ્થઇ કલરનું પેન્ટ પહેર્યું છે. મૃતકનો મૃતદેહ સિવિલ હોસ્પિટલના કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવ્યો છે. આ વર્ણનવાળ વ્યક્તિના જો કોઇ વાલીવારસો હોય તો વાપી ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનનો સંપર્ક સાધવા જણાવાયું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application