તાપીમિત્ર ન્યુઝ,ઉચ્છલ:ઉચ્છલ-નવાપુર નેશનલ હાઇવે માર્ગ ઉપર પુરપાટ ઝડપે દોડતી સ્કોર્પિયો ગાડીએ એક બાઈકને ટક્કર માર્યા બાદ સ્કોર્પિયો પલટી થઇ ગઈ હતી.આસપાસના વિસ્તાર માંથી દોડી આવેલા સ્થાનિકોએ સ્કોર્પિયો ગાડીમાં ફસાયેલા ઈસમોને બાહર ગાડી બચાવવાની કામગીરી હાથ ધરી હતી.આ બનાવમાં બાઈક સવાર બે વ્યક્તિઓ સહિત કુલ ચાર જણા ને ગંભીર ઈજા પહોંચી હતી.એક જણાનું ઘટના સ્થળે ઉપર જ મોત નીપજ્યું હતું,
ઉચ્છલ તાલુકાના આનંદપુર ગામની સીમ માંથી પસાર થતો નેશનલ હાઇવે નંબર-૫૩ ઉપર તા.13મી જુન નારોજ,સ્કોર્પિયો નંબર MH-21-C-1629 ના ચાલકે પુરપાટ ઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી સ્ટેયરીંગ પરનો કાબુ ગુમાવી ગાડીના ડાબી બાજુના પાછળના ભાગથી બાઈક નંબર GJ-26-E-31 ને ટક્કર મારી પાડી દઈ સ્કોર્પિયો ગાડીને રોડની નીચે ઉતારી દઈ એક ઝાડ સાથે અથડાતા સ્કોર્પિયોમાં બેઠેલા કીર્તિબેન નિલેશભાઇ કાંકરિયા (ઉ.વ.17),પાર્મીતાબેન નિલેશભાઇ કાંકરિયા(ઉ.વ.45) શરીરે અને કપાળના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી,અને નિલેશભાઇ કલ્યાણચંદ કાંકરિયાનું સ્થળ ઉપર જ મોત નીપજ્યું હતું.જયારે સ્કોર્પિયો ગાડીની ટક્કરે પડી જવાથી બાઈક સવાર તુલાજીભાઈ હોલીયાભાઈ ગામીત રહે,દુમદા,મોટુંફળિયું-ઉચ્છલ નાઓ અને શ્રીરામભાઈ દિનકરરાવ મરાઠે નાઓને પણ ગંભીર ઈજાઓ પહોંચી હતી,આ અકસ્માતમાં ઈજાગ્રસ્તોને નજીક હોસ્પીટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.બનાવ અંગે બાઈક ચાલક તુલાજીભાઈ ગામીતે સ્કોર્પિયો ગાડીની ચાલક યશશ્વી અનંત શ્રીકુમાર ભાંડિયા(ઉ.વ.26)રહે,કલકત્તા વિરુધ્ધ ફરિયાદ કરી હતી જેમની ફરિયાદને આધારે ઉચ્છલ પોલીસે ગુન્હો રજીસ્ટર કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
High light:tapimitra.com અને તાપી જિલ્લાનું એકમાત્ર નિડર અને નિષ્પક્ષ સત્યને ઉજાગર કરતું તાપીમિત્ર સાપ્તાહિક અખબારના બ્રોડકાસ્ટિંગ ગૃપ માં જોડાવા માટે 7820092500 નંબર પર આપનું અને આપના ગામના નામ સાથે NEWS લખી મોકલો.જેમાં આપને જાણવા મળશે મહત્વના દરેક અપડેટ્સ અને માત્ર અને માત્ર સમાચારો......
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application