તાપીમિત્ર ન્યુઝ,વ્યારા:વ્યારાના ઊંચામાળા ગામે આજરોજ પરણિત પ્રેમી પંખીડાઓએ પહેલા ઝેરી દવા પી અને ત્યાર બાદ ઝાડની ડાળી પર ઓઢણી બાંધી ગળે ફાંસો ખાઈ બંને જણા આપઘાત કરી લેતા સમગ્ર પંથકમા ભારે ચકચાર મચી જવા પામી હતી.પરણિત પ્રેમીઓના આપઘાતને પગલે તેમના સંતાનો નોધારા થઇ ગયા હતા.સમગ્ર ઘટનાની જાણ થતા પોલીસે ઘટના સ્થળે પહોચીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
તાપી જિલ્લાના વ્યારા તાલુકાના ઊંચામાળા ગામે પરણિત પ્રેમી પંખીડાઓએ તા.૧૩મી જુન નારોજ,બંને જણા પહેલા ઝેરી દવા ગટગટાવી ત્યાર બાદ ઓઢણી વડે સાદડા ના ઝાડની ડાળી પર ઓઢણી બાંધી ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા ભારે સનસનાટી મચી જવા પામી છે.પરણિત પ્રેમી પંખીડાઓએ એકજ ઝાડની ડાળી પર ઓઢણી બાંધી એકબીજાના ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યા હતા.અને દુનિયાને અલવિદા કરી દીધી હતી.
વ્યારા તાલુકાના ખોળતળાવ ગામના બજાર ફળીયામાં રહેતા રસિકભાઈ માંછીભાઈ ચૌધરી (ઉ.વ.૪૨) અને શીલાબેન રતનજીભાઈ ગામીત(ઉ.વ.૪૨) રહે,આલમગુંડી,રોણીફળિયું-સોનગઢ,બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો.બંન્ને પ્રેમી પંખીડાઓ પરણિત હતા.બંન્ને પરણિત હોવા છતા ગાઢ પ્રેમસંબંધ બંધાયો હતો.ઊંચામાળા ગામમાં ડુંગરી ફળિયા પાસે આવેલ ગૌચરની જમીનમાં નાની નહેર પાસે બંને પરણિત હોય અને ત્રણ છોકરાના માતાપિતા હોય તેમ છતાં બંને વચ્ચે પ્રેમસંબધ છેલ્લા પાંચ વર્ષથી હોય.આજરોજ પહેલા ઝેરી દવા પી અને ત્યાર બાદ સાદડાના ઝાડની ડાળી પર ઓઢણી બાંધી ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો.ગ્રામજનોને પણ ડુંગરી ફળિયા પાસે પ્રેમી પંખીડાઓની આપઘાતની જાણ થતાં મોટી સંખ્યામાં ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા.પ્રેમમાં અંધ બનેલા પરણિત પ્રેમી પંખીડાઓના આપઘાતને કારણે બંનેના સંતાનો નોધારા થઇ ગયા હતા.બનાવ અંગે સ્નેહલકુમાર રસિકભાઈ ચૌધરીરહે,ખોળતળાવ,બજારફળિયું-વ્યારા નાએ આપેલી ફરિયાદને આધારે કાકરાપાર પોલીસ ઘટના સ્થળે આવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી,આગળની વધુ તપાસ કાકરાપાર પોલીસ સ્ટેશનના ASI ગિરીશભાઈ જયશંકરભાઈ કરી રહ્યા છે.
High light:tapimitra.com અને તાપી જિલ્લાનું એકમાત્ર નિડર અને નિષ્પક્ષ સત્યને ઉજાગર કરતું તાપીમિત્ર સાપ્તાહિક અખબારના બ્રોડકાસ્ટિંગ ગૃપ માં જોડાવા માટે 7820092500 નંબર પર આપનું અને આપના ગામના નામ સાથે NEWS લખી મોકલો.જેમાં આપને જાણવા મળશે મહત્વના દરેક અપડેટ્સ અને માત્ર અને માત્ર સમાચારો......
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application