તાપીમિત્ર ન્યુઝ,વાલોડ:વાલોડ માં ફરી એક કદાવર દીપડી અને દીપડો જુદાજુદા સ્થળ પરથી પાંજરે પુરાતા ગ્રામજનોએ હાશકારો અનુભવ્યો છે,દેલવાડા અને અલગટ વિસ્તારમાં દીપડી વારંવાર નજરે ચઢતા વન વિભાગને કરેલ ફરિયાદના આધારે વન વિભાગે મારણ સાથે પાંજરું ગોઠવ્યું હતું જેમાં દીપડી અને દીપડો બે જુદાજુદા સ્થળ પર ગોઠવેલ પાંજરા માં પુરાઈ હતી.
વાલોડ તાલુકા માં દીપડાઓ પકડાવાની ઘટના સામાન્ય થઇ ગઈ છે,આજે વાલોડના દેલવાડા અને અલગટ ગામે ફરી એક કદાવર દીપડી અને દીપડો પાંજરે પુરાયા હતા,દેલવાડા ગામે આ હિંશક દીપડી દ્વારા પાલતુ પશુ પક્ષીઓને નિશાન બનાવતા અલગટ ગામે પણ પાંજરું મુકવામાં આવ્યું હતું.ગ્રામજનોએ વન વિભાગને ફરિયાદ કરી હતી જેને પગલે વન વિભાગે મારણ સાથે બંને ગામમા પાંજરું ગોઠવ્યું હતું,જેમાં આજરોજ દેલવાડા ગામે અંદાજે ચાર વર્ષની કદાવર દીપડી પાંજરે પુરાઈ હતી,તેમજ અલગટ ગામે પણ એક કદાવર દીપડો પાંજરે પુરાઈ ગયો હતો.જેને વન વિભાગે કબ્જે લઈને ઊંડાણ ના જંગલોમાં છોડવાની કાર્યવાહી હાથ ધરી છે.બે જુદાજુદા ગામો માંથી દીપડી અને દીપડો પાંજરે પુરાતા ગ્રામજનોએ હાશકારો અનુભવ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application