તાપીમિત્ર ન્યુઝ,સોનગઢ:સોનગઢના નાનીખેરવણા ગામની સીમમાં આવેલ ખેતરમાં ટ્રેકટરથી ખેડવા બાબતે લોખંડના સળીયા તથા કુહાડી વડે હુમલો કરવામાં કરવામાં આવતા સમગ્ર મામલો પોલીસ મથક સુધી પહોંચ્યો હતો.જેમાં બંને પક્ષના લોકોએ પોલીસ મથકે ફરિયાદ કરી હતી.જેમની ફરિયાદને આધારે ઉકાઈ પોલીસ મથકે સામસામે ગુન્હો રજીસ્ટર કરવામાં આવ્યો છે.
મળતી માહિતી અનુસાર સોનગઢ તાલુકાના નાની ખેરવણા ગામે તા.૧૧મી જુન નારોજ,ખેતરમાં ટ્રેકટરથી ખેડવા બાબતે થયેલી મારામારી માં છ જણાને શરીરે ગંભીર ઈજા પહોચતા સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા.બનાવ અંગે મહેશભાઇ ધનાભાઇ ગામીતે આપેલી ફરિયાદ મુજબ,"પિતાના ખેતર"માં ટ્રેકટરથી ખેડવા જતા હતા તે વખતે (૧)રામસીંગભાઇ ભોળાભાઇ ગામીત (૨)સુલેશભાઇ લક્ષ્મણભાઇ ગામીત (૩)જયંતીભાઇ ઉકડીયાભાઇ ગામીત ત્રણે રહે,ધંજાબા માછલીફળીયુ,તા-સોનગઢ ના આવીને ગમે તેમ ગાળો બોલી હાથમાં લઇ આવેલ લોખંડના સળીયા તથા કુહાડીથી મહેશભાઇ ગામીત અને નરેશભાઈ ગામીત તેમજ સતીષભાઈ ગામીત ત્રણેય ભાઈઓ પર હુમલો કર્યો હતો જેમાં એકને ડાબા પગે તથા બીજાને કપાળના ભાગે વ્યથા પહોંચાડી હોવાનું જણાવ્યું છે,જયારે રામસિંગભાઈ ભોળાભાઈ ગામીતે આપેલી ફરિયાદ અનુસાર,પોતાના મારા " "ખેતરમાં કેમ ખેડો છો"તેમ કહેતા (૧)મહેશભાઈ ધનાભાઈ ગામીત (૨)નરેશભાઈ ધનાભાઈ ગામીત (૩)સતીષભાઈ ધનાભાઈ ગામીત ત્રણે રહે-ધંજાબા માછલીફળીયુ,તા-સોનગઢ નાઓ આવેશમાં આવીને ગમે તેમ ગાળો બોલી હાથમાં લઇ આવેલ લોખંડના સળિયા તથા કોયતા થી રામસિંગ ગામીત,સુલેશ ગામીત અને જયંતીભાઈ ઉપર હુમલો કર્યો હતો જેમાં એકને જમણા પગે ફેકચર તથા બીજાને જમણા હાથે તથા ડાબા પગે ફેકચર તેમજ ત્રીજાને શરીરે ઈજા પહોચાડી હોવાની ફરિયાદ ઉકાઈ પોલીસ મથકે કરવામાં આવી હતી.સમગ્ર મામલે પોલીસ ચોપડે સામસામે ગુન્હો રજીસ્ટર કરી આગળની વધુ તપાસ ઉકાઈ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application