Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સુમુલ ડેરીની ચૂંટણીનું પરિણામ જાહેર,અંતિમ નિર્ણય પાર્ટી કરશે

  • August 09, 2020 

Tapi mitra news:દક્ષિણ ગુજરાતની સૌથી મોટી ડેરી સુમુલ ડેરીમાં આજે વર્ચસ્વની લડાઈ લાંબા સમયથી ચાલી રહી હતી. સુમુલ ડેરી માં ચેરમન પદે બે દિવસ પહેલા ચૂંટણી યોજાઈ રહી છે. દક્ષિણ ગુજરાતની સૌથી મોટી સરકારી મંડળીના ૪૫૦૦ કરોડનો વહીવટ સંભાળવા માટે ચેરમેન બનાવા માટે ચૂંટણી જંગ લડાયો હતો. ડેરીની ૧૬ બેઠકોમાંથી ૧૪ બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી, ત્યારે આજે ૧૬ પૈકી ૧૪ બેઠકો પરો મતગણતરી કરવામાં આવી હતી. જોકે ચૂંટણીમાં કોઈ એક પક્ષને બહુમતી મળી ન હતી. જેમાં સત્તાધારી પેનલને ૮ અને સહકાર પેનલની ૮ બેઠકો પર જીત થઈ છે. ત્યારે હવે અંતિમ નિર્ણય પાર્ટીનો રહેશે. કારણ કે, સુમુલ ડેરીના આ ઈલેક્શનમાં ભાજપ વર્સિસ ભાજપનો જંગ હતો. સોનગઢ બેઠક પર ટાઈ થઈ હતી.જેથી અહી ચિઠ્ઠી ઉછાળવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. એક મત રદ્દ થયો હતો. જેથી બંને ઉમેદવારોને ૫૭ -૫૭ વોટ મળ્યા હતા. તો બીજી તરફ, સોનગઢ બેઠક પર રિકાઉન્ટીગની પણ માંગ કરવામાં આવી છે. ત્યારે આ બેઠક પર રીકાઉન્ટિંગ કરવામાં આવ્યું હતું. જેના બાદ પણ ટાઈ થઈ હતી. આખરે સત્તાધારી પેનલના કાંતિ ગામીતની જીત થઈ હતી. High light- કોણે ક્યાં બાજી મારી,એક નજર કરીએ... (૧) ચોર્યાસી બેઠક પર સંદીપ દેસાઈનો ૬-૨ થી વિજય (૨) ૩૮ મતથી ઓલપાડના જયેશ દેલાડની જીત (૩) રાજુ પાઠક ૬૬ મતથી વિજયી,સામા પક્ષને ૬ મત મળ્યાં (૪) કામરેજમાં બળવંત પટેલની જીત (૫) માનસિંગભાઈ પટેલનો ૨૯ મતથી વિજય (૬) નરેશભાઈ પટેલનો વાલોડ બેઠક પર જીત (૭) વ્યારા બેઠક પર સિદ્ઘાંત ચૌધરીની જીત (૮) માંડવી બેઠક પર રેસા ચૌધરીનો વિજય (૯) નિઝર બેઠક પર ભરતભાઈ વિજયને ૧૭ મત મળ્યા (૧૦) ઉચ્છલમાં સુનિલ ગામીતનો વિજય (૧૧) સોનગઢમાં કાંતિ ગામીતનો વિજય


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application