Tapi mitra news:એક વર્ષ પહેલાં ગુમ થયેલી મહિલાને ઉકાઈ પોલીસે શોધી કાઢી તેના પરિવાર સાથે મિલન કરાવતા મહિલાના પરિવારજનોએ ઉકાઈ પોલીસ સ્ટાફનો આભાર માન્યો હતો.
સોનગઢ તાલુકાના વાગદા ગામના કંટ્રોલ ફળિયામાં રહેતા શાકાભાઈ રામજીભાઈ ગામીતે ગત વર્ષે તા.૧૮મી જુલાઈ ૨૦૧૯ ના રોજ પોતાની દીકરી સુનિતા હિતેશભાઈ ગામીત ગૂમ થયાની ફરિયાદ ઉકાઈ પોલીસ સ્ટેશન એ કરી હતી. ગુમ થનાર મહિલા ઘરે પોતાની દાદી ભોલીબેનને કહીને ગઈ હતી કે,હું મારો સાડીનો ફોલ મુકાવવા જાઉં છું. તેમ કહી ઘરેથી ક્યાંક ચાલી ગયેલ હતી.જેઓની શોધખોળ કરતા મળી ન આવતા તેમના પિતાએ ઉકાઈ પોલીસ મથકે ફરિયાદ કરી હતી. આ બાબતે એક વર્ષથી પણ વધારે સમયથી તાપસ ચાલુ હતી. તે દરમિયાન આજરોજ હેડકોન્સ્ટેબલ સંજયભાઈ જમસાભાઈ નાઓને ખાનગી બાતમી હકીકત મળેલ કે,એક વર્ષ પહેલા ગુમ થયેલ સુનિતાબેન હિતેશભાઈ ગામીત (ઉ.વ.33)નાની તેમની ફોઈની દીકરી રોહિતાબેન ના ઘરે (ખાંજર ગામ તા.સોનગઢ) ખાતે રહે છે. તેવી બાતમીની હકીકતના આધારે ઉકાઈ પોલીસ સ્ટેશનના પીએસઆઇ એસ.સી.પરમાર નાઓના માર્ગદર્શન હેઠળ મહિલા પોલીસ સ્ટાફના માણસો સાથે રાખી ખાંજર ગામ,સોનગઢ ખાતે તાપસ કરતા સુનિતા હિતેશભાઈ ગામીત તેમની ફોઈની દીકરીના ઘરે મળી આવી હતી.આમ એક વર્ષથી ગુમ મહિલાને શોધી કાઢી તેના પરિવાર સાથે મિલન કરાવતા પરિવારજનોએ ઉકાઈ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો.
High light-ગુમ થનાર મહિલા ઘરે પોતાની દાદી ભોલીબેનને કહીને ગઈ હતી કે,હું મારો સાડીનો ફોલ મુકાવવા જાઉં છું. તેમ કહી ઘરેથી ક્યાંક ચાલી ગયેલ હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application