Tapi mitra news:પરવટ પાટીયાïથી ક્રિષ્ણા સર્કલ તરફ જતાં રોડ પરથી પસાર થતી એક પરિણીતાના ગળામાંથી સોનાની ચેઇન આંચકી ભાગતા બે સ્નેચરોને લોકોએ પીછો કર્યો હતો. જેમાં એક સ્નેચર પકડાઇ ગયો હતો. જયારે એક ભાગવામાં સફળ રહ્યો હતો.
મગોબ પરવટ પાટીયા સ્થિત સુમન સંગીની આવાસમાં રમેશભાઇ તારાચંદ કાનડે અને તેમનો પરિવાર રહે છે. તા.૭મી ઓગષ્ટના રોજ તેમની પત્ની શોભાબેન બપોરના સમયે પરવટ પાટીયાથી ક્રિષ્ણા સર્કલ તરફ જતાં રોડ પરથી પસાર થઇ રહ્યા હતા. ત્યારે પાછળથી એક યુવક ચાલતા ચાલતા તેની પાસે આવ્યો હતો. શોભાબેન કંઇ સમજે તે પહેલાં જ અજાણ્યા યુવકે તેમના ગળામાં ઝાપટ મારી રૂ.૨૧ હજારનું સોનાનું મંગળસુત્ર આંચકી લીધુ હતુ. ત્યારબાદ ભાગીને દુર ઉભેલા પોતાના સાગરીત સાથે બાઇક પર ભાગવા લાગ્યો હતો. પરંતુ શોભાબેને બુમાબુમ કરતા આજુબાજુના લોકો દોડી આવ્યા હતા. સ્નેચરોની બાઇક આગળ ઉભા થઇ જતાં બંને પટકાયા હતા. જેમાંથી એક સ્નેચર ભાગવામાં સફળ રહ્યો હતો. જયારે એક પકડાઇ જતાં લોકોએ મેથીપાક આપી પુણા પોલીસને બોલાવીને તેનો કબ્જા સોપ્યો હતો. પોલીસે પુછપરછ કરતા લિંબાયત શુગરા નગરમાં રહેતો ઇમરાન શા મોહંમદ શા ફકીર હોવાનું જણાવ્યુ હતુ. પોલીસે શોભાબેનની ફરીયાદના આધારે ગુનો નોધી ભાગી ગયેલા આરોપીને પકડવા ચક્રોગતિમાન કર્યા છે.
high light-લોકોએ સ્નેચરોની બાઇક આગળ ઉભા થઇ જતાં સ્નેચરો પટકાયા,એક ભાગમાં સફળ
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application