Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

એક મહિલા સહિત ચાર બુટલેગરોને દબોચી રૂ.૩.૧૩ લાખની મત્તા જપ્ત

  • August 08, 2020 

Tapi mitra news:નવનિયુકત કમિશ્નરે ચાર્જ સંભાળતાની સાથે જ બુટલેગરો શહેરમાં દારૂ ઘુસાડવાનો ભરપુર પ્રયાસો કરી રહ્ના છે. પરંતુ પોલીસ કમિશ્નર અજય તોમરે બુટલેગરો પર લગામ લગાવવા માટે તમામ પોલીસ મથકોને દારૂબંધીનો કડક અમલ થાય તે માટેની સુચના આપી છે. જેને લઇને છેલ્લાં કેટલાંક દિવસોથી દારૂનો જથ્થો પકડાઇ ગયો છે. ફરી એકવાર સુરતના વિવિધ ત્રણ વિસ્તારોમાંથી પોલીસે ચાર આરોપીઓને પકડી કુલ રૂ.૩.૧૩ લાખથી વધુની મત્તાનો મુદ્દામાલ પકડી પાડ્યો છે. ઉધના શિવશકિત પાર્ક એપાર્ટમેન્ટના શકિતનગર સોસાયટીમાં ઉધના પોલીસે બાતમીના આધારે ચેતન નારણ જાદવ નામના બુટલેગરને ઘરમાંથી દબોચી પાડ્યો હતો. પોલીસે મકાનમાંથી રૂ.૪૭,૫૦૦ની મત્તાનો દારૂ અને રોકડ મળી કુલ રૂ.૫૩,૭૪૦ની મત્તા કબ્જે કરી છે. બીજા બનાવમાં અઠવા પોલીસે ચૌટાબજાર ભટ્ટ હોસ્પિટલની ગલીમાં અમૃત શાંતિ એપાર્ટમેન્ટના પાર્કીંગમાં ચાલતા દારૂના વેપલા પર છાપો માર્યો હતો. ત્યારે ગોડાદરાï નિલકંઠ સોસાયટીમાં રહેતો જીતેન્દ્ર ઉર્ફે નાનુ રામચંદ્ર મહાનુભવ નામનો બુટલેગર રંગેહાથ પકડાઇ ગયો હતો. પોલીસે દારૂનો જથ્થો , મોપેડ વગેરે મળી કુલ રૂ.૫૬,૧૦૦ની મત્તા કબ્જે કરી છે. જયારે બડેખા ચકલા દુધવાળી બિલ્ડીંગમાં રહેતો સૈયદ ઇમરાન હુસેન નામનો બુટલેગર દારૂનો જથ્થો વેચાણ અર્થે આપી ગયો હતો. જેથી પોલીસે તેને વોન્ટેડ જાહેર કર્યો છે. અને ત્રીજા બનાવમાં ખટોદરા પોલીસે ભટાર આઝાદ નગર રસુલાબાદના ગલીમાં દારૂના વેપલા પર છાપો માર્યો હતો. ત્યારે તૌફીકખાન ઉર્ફે સુલતાન જાવેદ અલી પઠાણ અને રેશ્મા મોહંમદ હનીફ શેખ નામના બુટલેગરો દારૂનનું વેચાણ કરતા રંગેહાથ પકડાઇ ગયા હતા. પોલીસે મકાનમાંથી દારૂનો જથ્થો અને દારૂની હેરાફેરી માટે ઉપયોગમાં લેવાયેલી એક કાર મળી કુલ રૂ.૨.૦૪ લાખની મત્તા કબ્જે કરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application