Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સુરતમાં કોરોનાનો કાતિલ આતંક:બપોર સુધી ૧૦૫ કેસ નોંધાયા, કુલ પોઝીટીવ આંક ૧૫,૪૬૭ પર પહોચ્યો

  • August 08, 2020 

Tapi mitra news:સુરત શહેર સહિત જીલ્લામાં કોરોના વાયરસના કેસોમાં કંઇક અંશે ઘટાડો દેખાયો છે. પરંતુ સરેરાશ રોજના ૨૦૦ જેટલા કેસો હજુ પણ આવી રહયા છે. તેની સામે મોતનો આંકડો પણ ઓછો થયો છે. જોકે સરેરાશ રોજના પાંચ થી સાતના મોત નિપજી રહયા છે. શનિવારે સુરતમાં ૧૦૫ નવા કેસો નોધાયા છે. જયારે ચારના મોત પણ નિપજ્યા છે. જેમાં સુરત ડિસ્ટ્રીકટ બેન્ક તેમજ મઢી સુગર ફેકટરીના માજી પ્રમુખ દિલીપભાઈ ભક્તનું અને બારડોલી નાગરિક બેન્કના ડિરેકટર જગુભાઈ પટેલનું કોરોનામાં મોત થતા સહકારી અને સામાજિક ક્ષેત્રમાં શોકનો માહોલ છવાયો છે. સુરત શહેર અને જીલ્લામાં કોરોનાના કેસોને ધ્યાને રાખીને તંત્ર દ્વારા તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. તેમ છતાં સરેરાશ રોજના ૨૦૦થી વધુ કેસો સુરતમાં નોધાઇ રહ્યા છે. છેલ્લાં ૧૦ દિવસથી રાંદેર અને અઠવા ઝોન કોરોના વાયરસનું એપી સેન્ટર બન્યુ હોય તેવું લાગી રહ્યું છે. કોરોના વાયરસની સ્થિતી કંઈ રીતે કાબુમાં લેવાઇ તે અંગે તમામ પગલાઓ તંત્ર દ્વારા લેવામાં આવી રહયા છે. લોકો પણ સાવચેત થઇ તકેદારીના તમામ પગલા લઇ રહયા છે. શનિવારે બપોર સુધી સુરત શહેરમાં ૭૫ કેસ નોધાયા છે. આ સાથે શહેરમાં ૧૨,૪૨૦ કેસો નોધાઇ ચુકયા છે. જયારે જીલ્લામાં પણ કેસો વધી રહ્યા છે. બપોર સુધીમાં ૩૦ કેસ નોધાયા છે. આ સાથે જીલ્લામાં પણ કોરોનાનો પોઝીટીવ આંક ૩,૦૪૭ કેસો નોધાયા છે. આમ સુરતમાં અત્યાર સુધી કુલ પોઝીટીવ આંક ૧૫,૪૬૭ પર પહોચ્યો છે. આ ઉપરાંત કોરોનામાં વધુ ૪ દર્દીઓના મોત નિપજતા મૃત્યુઆંક ૬૭૨ પર પહોચ્યો છે. જેમાં સુરત ડિસ્ટ્રીકટ બેન્ક તેમજ મઢી સુગર ફેકટરીના માજી પ્રમુખ દિલીપભાઈ ભક્તનું અને બારડોલી નાગરિક બેન્કના ડિરેકટર જગુભાઈ પટેલનું કોરોનામાં મોત થતા સહકારી અને સામાજિક ક્ષેત્રમાં શોકનો માહોલ છવાયો છે. આ ઉપરાંત કોરોનાને મ્હાત આપી મોટી સંખ્યામાં દર્દીઓ સાજા થઇ રહ્યા છે. શુક્રવારે સૌથી વધુ ૩૪૭ દર્દીઓ સાજા થયા છે. અત્યાર સુધી ૧૧,૪૫૭ દર્દીઓ સાજા થઇ ઘરે પરત ફર્યા છે. શનિવારે નોધાયેલા નવા કેસોમાં સિવીલ , સ્મિમેર અને ખાનગી હોસ્પિટલના તબીબો , કાપડ વર્કર , ડાયમંડ વર્કર , નર્સ વગેરે સંક્રમિત થયા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application