હનીફ માંજુ દ્વારા ભરૂચ : સહકાર અને રમતગમત પ્રવૃત્તિ વિભાગના રાજ્યમંત્રીશ્રી ઈશ્વરસિંહ પટેલે જિલ્લાના હાંસોટ તાલુકાના ઉત્તરાજ ગામમાં તૈયાર થયેલ નવનિર્મિત આંગણવાડીના મકાનનું ઉદઘાટન કર્યું હતું.
મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ બાહેધરી યોજના હેઠળ મનરેગાના રૂપિયા પાંચ લાખ અને આઈસીડીએસના રૂપિયા બે લાખ એમ મળીને અંદાજીત રૂપિયા સાત લાખના ખર્ચે તૈયાર થયેલ ઉત્તરાજ ખાતેના આંગણવાડીના નવનિર્મિત મકાનનું સહકાર રાજ્ય મંત્રીશ્રીએ ખુલ્લા મુક્યા બાદ મંત્રીશ્રીએ આંગણવાડીના બાળકો સાથે બેસીને વાતચીત કરી હતી. ઉપરાંત મંત્રીશ્રીએ ઉત્તરાજ ગ્રામપંચાયતની મુલાકાત લીધી હતી. આંગણવાડીના ઉદઘાટન કર્યાબાદ મંત્રીશ્રી ઈશ્વરસિંહ પટેલના હસ્તે હાંસોટ તાલુકા પંચાયતના કંપાઉન્ડમાં વિવિધ પ્રકારના રોપવાનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ હાંસોટ તાલુકા પંચાયત કચેરીની મુલાકાત લીધી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application