Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તાપી જીલ્લાનું તંત્ર કુંભકર્ણની નિંદ્રામાં:કોરોનાગ્રસ્ત વ્યક્તિના મોત બાદ તેના મૃતદેહના દર્શન માટે શબવાહિનીને ગામમાં ફેરવાઈ

  • August 08, 2020 

Tapi mitra news:બાજીપુરા ગામમાં કોરોનાગ્રસ્ત દિલીપભાઈનો મૃતદેહ ફેરવવામાં આવ્યો હતો. આ સમગ્ર બાબતથી તાપી જીલ્લાનું વહીવટીતંત્ર સાવ અજાણ હોવાનું સામે આવ્યું હતું. કોરોનાગ્રસ્ત દર્દીના મોત માટે ખાસ ગાઈડલાઈનનું પાલન કરીને અંતિમ સંસ્કાર કરવામાં આવે છે. ત્યારે ગામમાં કેવી રીતે દર્દીનો મૃતદેહ ફેરવાયો તે એક મોટો સવાલ ઉભો થયો છે. મળતી માહિતી અનુસાર સહકારી આગેવાન દિલીપભાઈ ભીખાભાઇ ભક્ત કોરોનાથી સંક્રમિત થયા હતા. તેઓ સુરત ખાતે ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યાં હતા. સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નિપજ્યું હતું. પરંતુ દિલીપભાઈ ભક્ત લોકોમાં પ્રખ્યાત હોવાથી ગામના લોકો તેમના દર્શન કરી શકે તે માટે બાજીપુરા ગામમાં અંબે માતાજીના મંદિર સામે ખાસ આયોજન કરાયું હતું. ત્યારબાદ કોરોનાગ્રસ્ત દિલીપભાઈનો મૃતદેહ ગામમાં ફેરવવામાં આવ્યો હતો. આ સમગ્ર બાબતથી તાપી જીલ્લાનું વહીવટીતંત્ર સાવ અજાણ હોવાનું સામે આવ્યું હતું.દિલીપભાઈ ભક્ત સુરત ડિસ્ટ્રીક્ટ બેંક અને મઢી સુગર ફેક્ટરીના પૂર્વ પ્રમુખ તેમજ સરદાર હોસ્પિટલના મેનેજિંગ ટ્રસ્ટી હતા.કોરોનાગ્રસ્ત દર્દીના મોત માટે ખાસ ગાઈડલાઈનનું પાલન કરીને અંતિમ સંસ્કાર કરવામાં આવે છે. ત્યારે ગામમાં કેવી રીતે દર્દીનો મૃતદેહ ફેરવાયો તે મોટો સવાલ ઉભો થયો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application