Tapi mitra news:સુરતમાં કોરોનાનો કહેર દિવસેને દિવસે વધી રહ્ના છે. તેની સામે કોરોનાના મ્હાત આપી મોટી સંખ્યામાં દર્દીઓ પણ ઘરે પરત ફરી રહ્ના છે. શુક્રવારે બપોર સુધી ૧૧૧ નવા કેસો નોધાયા છે. તેમજ કોરોનાથી બે ના મોત પણ નિપજ્યા છે.
સુરત શહેર અને જીલ્લામાં કોરોનાએ માથું ઉંચકતા તંત્રની ઉંઘ હરામ થઇ ગઇ છે. કોરોના વાયરસની સ્થિતી કંઈ રીતે કાબુમાં લેવાઇ તે અંગે તમામ પગલાઓ તંત્ર દ્વારા લેવામાં આવી રહયા છે. લોકો પણ સાવચેત થઇ તકેદારીના તમામ પગલા લઇ રહયા છે. તેમ છતાં સુરતમાં દરરોજ ૨૫૦થી વધુ કેસો નોધાઇ રહ્ના છે. શુક્રવારે બપોર સુધી સુરત શહેરમાં ૮૦ કેસ નોધાયા છે. આ સાથે શહેરમાં ૧૨,૨૪૨ કેસો નોધાઇ ચુકયા છે. જયારે જીલ્લામાં પણ કેસો વધી રહ્ના છે. બપોર સુધીમાં ૩૧ કેસ નોધાયા છે. આ સાથે જીલ્લામાં પણ કોરોનાનો પોઝીટીવ આંક ૩ હજારને પાર કરી ચુકયો છે. આમ સુરતમાં અત્યાર સુધી કુલ પોઝીટીવ આંક ૧૫,૨૪૨ પર પહોચ્યો છે. આ ઉપરાંત કોરોનામાં વધુ બે દર્દીઓના મોત નિપજતા મૃત્યુઆંક ૬૬૦ પર પહોચ્યો છે. આ ઉપરાંત કોરોનાને મ્હાત આપી મોટી સંખ્યામાં દર્દીઓ સાજા થઇ રહ્ના છે. ગુરૂવારે સૌથી વધુ ૪૩૦ દર્દીઓ સાજા થયા છે. અત્યાર સુધી ૧૧,૧૦૧ દર્દીઓ સાજા થઇ ઘરે પરત ફર્યા છે. શુક્રવારે નોધાયેલા નવા કેસોમાં સિવીલ , સ્મિમેર અને ખાનગી હોસ્પિટલના તબીબો , કાપડ વર્કર , ડાયમંડ વર્કર , નર્સ વગેરે સંક્રમિત થયા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application