Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સોનગઢના ઉમરદામાં જમીન મામલે કુહાડી,દાતરડું અને દંડા વડે હુમલો,એકને ગંભીર ઈજા

  • August 07, 2020 

Tapi mitra news:ઉમરદા ગામના નિશાળ ફળીયામાં જમીન મામલે એક વ્યક્તિ પર કુહાડી,દાતરડું અને દંડા વડે હુમલો કરવામાં આવ્યો હોવાનો બનાવ પોલીસ મથકે નોંધાયો છે. મળતી માહિતી અનુસાર સોનગઢ તાલુકાના ઉમરદા ગામ આવેલ ખાતા નંબર 150 સર્વે નંબર 148 વાળી જમીનમાં આજરોજ શૈલેષભાઈ લક્ષ્મણભાઈ ગામીત ઉપર ગામના જ દેવળ ફળીયામાં રહેતા ચાર ઇસમોએ કુહાડી,દાતરડું અને દંડા વડે હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી.આ બનાવમાં શૈલેષભાઈ ગામીતને શરીરે ઈજાઓ પહોચી હતી તેમજ ડાબા પગના ઘુટણની નીચે પાછળના ભાગે ફેકચર થયું હતું. બનાવ અંગે શૈલેષભાઈએ પોલીસને ફરિયાદ કરી હતી જેમની ફરિયાદના આધારે સોનગઢ પોલીસે હુમલો કરનાર હીરાલાલ બાપુભાઈ ગામીત,ફ્રાન્સીસભાઈ જયકિશનભાઈ ગામીત,ફતેસિંગભાઈ બાપુભાઈ ગામીત તથા વિપ્લેશભાઈ જયકિશનભાઈ ગામીત ચારેય જણા રહે,ઉમરદાગામ દેવળ ફળિયું-સોનગઢ નાઓ વિરુધ્ધ ગુનો દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application