Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કરિયાણાની દુકાન અને ટી સેન્ટરમાં ચાલતા જુગારધામ માંથી ૧૨ જુગારી રૂ. ૩.૧૪ લાખ સાથે ઝડપાયા

  • August 06, 2020 

Tapi mitra news:સચિન જીઆઇડીસી પાલીવાલ ચાર રસ્તા નજીક ખાતા નં. ૩૧૩ ના પહેલા માળે ધમધમતા જુગારધામ પર દરોડા પાડી ૬ જુગારીને રૂ. ૨.૭૬ લાખના મુદ્દામાલ અને ઉધના દરવાજા સ્થિત એક્તા ટી સેન્ટર નામની દુકાનમાં જુગાર રમતા ૬ જુગારીને રૂ. ૩૮,૪૬૦ના મુદ્દામાલ સાથે પોલીસે ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. સચિન જીઆઇડીસી પોલીસને બાતમી મળી હતી કે, પાલીવાલ ચાર રસ્તા સ્થિત રોડ નં. ૩ પર ખાતા નં. ૩૧૩માં કરિયાણાની દુકાન ચલાવતો ધીરજ બાબુલાલ પટેલ પહેલા માળે જુગારધામ ચલાવે છે. જેના આધારે પોલીસે દરોડા પાડી સચીન વિસ્તારમાં રહેતા પંકજ મનસુખ દેસાઇ , સુરેશ નટવરલાલ પટેલ , અલ્પેશ ચીમન પટેલ , ચેતન કાંતીલાલ પટેલ , જીતેન્દ્ર બળવંતરાય રેશમવાલા અને દિપક રામજી પટેલને ઝડપી પાડી તેમની પાસેથી રોકડા રૂ. ૫૫ હજાર, મોબાઇલ ફોન ૭ નંગ, એક કાર, ૩ ટુ વ્હીલર વિગેરે મળી રૂ. ૨.૭૬ લાખનો મુદ્દામાલ કબ્જે લઇ ધીરજ પટેલને વોન્ટેડ જાહેર કર્યો હતો. જયારે બીજા બનાવમા ંઉધના દરવાજા સ્થિત મોરચા મસ્જિદ નજીક એક્તા ટી સેન્ટર નામની દુકાનની આડમાં ચાવતા જુગારધામ પર સલાબતપુરા પોલીસે દરોડા પાડી માનદરવાજા ખાતે રહેતા મોહમદ હુસેન ઇસ્માઇલ શેખ , નિશાર મોહમદ શેખ , દેવાનંદ દયારામ બજરે , રઝાકશા રૂબાબશા , સાબીર બશીર શેખ અને નઇણ રહીમ શેખ ને ઝડપી પાડી રોકડા રૂ. ૩૮,૪૬૦ની મત્તા કબ્જે લીધી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application